ખેડૂતો ખેત ઓજારો/ સાધનોની સહાય મેળવવા આ તારીખથી Khedut પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકશે

iKhedut Portal Latest Update: ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનાનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર આઈખેડૂત પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુ છે. ખેડૂતોને ખેત ઓજારો/સાધનો, ટ્રેક્ટર,…

iKhedut Portal Latest Update: ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓનાનો લાભ ઘરઆંગણે સરળતાથી મળી રહે તે હેતુસર ઈખેડૂત પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુ છે.

ખેડૂતોને ખેત ઓજારો/સાધનો, ટ્રેક્ટર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), માલવાહક વાહન, ફાર્મ મશીનરી બેંક અને હાઇ-ટેક, હાઇ પ્રોડક્ટીવ ઇક્વિપમેન્ટ હબ જેવા ઘટકોમાં સહાયનો મહત્તમ લાભ મળે તે આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-‘૨૪ માટે આઇ ખેડૂત પોર્ટલ iKhedut Latest update તા.૦૫-૦૬-૨૦૨૩ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકથી ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.

વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે સુધારો કરી લક્ષ્યાંકની ૧૧૦% મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ થવાનું નક્કી કરાયેલુ હોવાથી રાજયના ખેડૂતોએ આ ઘટકોમાં સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવી.

પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ આપને સબંધિત કચેરીએ મોકલવાના રહેશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત સુરતની યાદીમાં જણાવાયું છે.

કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ

કેન્દ્રીય કેબિનેટે જુલાઈ 2020 માં એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ નામની નવી પાન ઇન્ડિયા સેન્ટ્રલ સેક્ટર યોજનાને મંજૂરી આપી છે. આ યોજના, પાકની કાપણી પછીના વ્યવસ્થાપન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના સક્ષમ પ્રોજેક્ટમાં અને સમુદાયિક ખેતીની સંપત્તિમાં રોકાણ માટે, વ્યાજમાં રાહત સહિતની આર્થિક સહાય માટે મધ્યમ-લાંબા ગાળાની નાણાકીય ધિરાણ સુવિધા પ્રદાન કરશે. યોજનાનો સમયગાળો નાણાકીય વર્ષ 2020 થી નાણાકીય વર્ષ 2029 (10 વર્ષ) સુધીનો રહેશે.

લક્ષ્યિત લાભાર્થીઓ

સદર યોજના અંતર્ગત પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પીએસીએસ), માર્કેટિંગ સહકારી મંડળીઓ, ખેડૂત ઉત્પાદક સંગઠનો (એફપીઓ), સ્વ-સહાય જૂથ (એસએચજી), ખેડુતો, સંયુક્ત જવાબદારી ધરાવતા જૂથો (જેએલજી), વિવિધ હેતુ લક્ષી સહકારી મંડળીઓ, કૃષિ-ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ, સંકલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાતાઓ અને કેન્દ્ર / રાજ્ય એજન્સી અથવા સ્થાનિક સંસ્થા પ્રાયોજિત લોક ભાગીદારીવાળા પ્રોજેક્ટને લોન તરીકે બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા રૂ. એક લાખ કરોડ આપવામાં આવશે.

લક્ષીય્ત લાભો

આ ધિરાણ સુવિધા હેઠળની તમામ લોન પર રૂ. 2.0 કરોડની મર્યાદામાં વાર્ષિક 3% વ્યાજરાહત આપવામાં આવશે. આવ્યાજ રાહત મહત્તમસાતવર્ષમાટેઉપલબ્ધરહેશે.

વધુમાં, સદર યોજના હેઠળ પાત્રતા ધરાવતા અરજદારોને ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝીસ (સીજીટીએમએસઇ) યોજના હેઠળ ક્રેડિટ ગેરેંટી કવરેજ ઉપલબ્ધ રહેશે, જેનીમર્યાદા રૂ. 2.0 કરોડ છે. સદર કવરેજ માટેની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવશે.

એફ.પી.ઓ.ના કિસ્સામાં, કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ (ડીએસીએફડબ્લ્યુ)ની એફપીઓ પ્રોત્સાહક યોજના હેઠળ પ્રદાન કરવામાં આવતી સુવિધાદ્વારા ક્રેડિટ ગેરંટી મેળવી શકાય છે.

આ ધિરાણ સુવિધા હેઠળ પરત ચુકવણી માટેમોરેટોરીયમ (પરત ચુકવણીની મુદતમાં વધારો)  ઓછામાં ઓછા 6 મહિના અને મહત્તમ 2 વર્ષસુધીની હોઈ શકે છે.

યોજનાની સંપૂર્ણ વિગતો અને માર્ગદર્શિકા જોવા માટે, અહીં ક્લિક કરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *