બજારમાં આવી પ્લાસ્ટિકની બોટલથી બનેલી સોલર વૉચ, કિંમત જાણી ચોંકી જશો

Published on Trishul News at 12:27 PM, Wed, 1 July 2020

Last modified on July 1st, 2020 at 12:28 PM

ઘડિયાળ બનાવતી પ્રતિષ્ઠિત કંપનીઓમાંથી Fossilએ એક ખાસ વૉચનું લોન્ચિંગ કર્યું છે.કંપનીએ તેને સોલર વૉચ નામ આપ્યું છે.આ વૉચની સૌથી મોટી મહત્વની વાત એ છે,કે તેને સનલાઇટથી ચાર્જ કરી શકાય છે.ઘડિયાળમાં આવેલ આઉટર રિંગ કેસ સોલર પેનલની જેમ કામ કરે છે.આ સોલર પેનલ સનલાઇટને કેપ્ચર કરીને ઘડિયાળના નીચેના ભાગમાં લાગેલા સોલર સેલની મદદથી એનર્જીમાં કનવર્ટ કરે છે.ત્યારપછી આ એનર્જી એક રિચાર્જેબલ બેટરીમાં સમાય જાય છે.

એકવાર ફુલ ચાર્જ થઈ ગયાં બાદ આ સોલર વૉચ 4 મહિનાનું બેટરી બેકઅપ આપે છે.ફુલ સનલાઇટમાં આ ઘડિયાળ 5 કલાકમાં 100 % ચાર્જ થઈ જાય છે.આ સોલર વૉચ 5 ચેન્જેબલ કલર સ્ટ્રેપ્સમાં મળી રહે છે.

ફૉસિલ કપનીની આ સોલર વૉચ 2 સ્ક્રીન સાઇઝમાં મળી રહે છે.જેને 36mm અને 42mmની સ્ક્રીન સાઇઝમાં ખરીદી શકાય છે.આ બંને વેરિઅન્ટના માત્ર 1,754 પીસ જ મળી રહે છે.

કંપનીનાં જણાવ્યાં અનુસાર,આ ધડીયાળના સ્ટ્રેપને 16 પ્લાસ્ટિકની મદદથી બનાવવામાં આવી છે.આ સોલર વૉચ એ કંપનીના પ્રો પ્લેનેટ ક્રાઈટેરિયાનો ભાગ છે.કંપનીએ ઈકોમેચરની સાથે ભાગીદારી કરી છે.જેની સાથે દરેક વૉચની ખરીદી પર કંપની તરફથી 1 વૃક્ષ લગાવશે.જે પણ ગ્રાહક છે,તેઓ વૃક્ષને નામ પણ આપી શકે છે,સાથે જ તે વૃક્ષ જ્યાં રોપવામાં આવ્યું છે,તેને પણ ટ્રેક કરી શકે છે.સાથે જ તે CO2 પ્રદર્શનને પણ ટ્રેક કરે શકે છે.

ફૉસિલ કંપનીની આ સોલર ઘડિયાળ સ્માર્ટવૉચ નથી.તે સામાન્ય રીતે રિસ્ટ વૉચ ફંક્શનની સાથે આવે છે.ફૉસિલ કંપનીની આ સોલર વૉચ સંપૂર્ણપણે વિગન છે,એટલે કે,તેનાં ઉત્પાદનમાં કોઇપણ એનિમલ બાય પ્રોડક્ટનો ઉપયોગ થયો નથી.આ Fossil Solar Watch બ્લેક કલરના ડાયલ સાથે જોવાં માં,મળે છે.જેમાં 5 કલરફુલ સ્ટ્રેપ ઓપ્શન પણ આપવામાં આવ્યા છે.આ સ્ટ્રેપ્સ બ્લૂ,ગ્રીન,ઓરેન્જ,પિંક અને યલ્લો કલર આ બધાં વિકલ્પ છે.આ સોલર વૉચ માત્ર 5 ATM વોટર રિઝિસ્ટન્સની સાથે જોવા મળે છે.

Fossil કંપનીએ આ સોલર વૉચની શરૂઆતની કિંમત રૂ.9,995 રૂપિયા રાખેલ છે.જેને કંપનીની ઓફિશ્યલ વેબસાઇટ અથવાં ફૉસિલ રિટેલ સ્ટોર્સથી પણ ખરીદી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Be the first to comment on "બજારમાં આવી પ્લાસ્ટિકની બોટલથી બનેલી સોલર વૉચ, કિંમત જાણી ચોંકી જશો"

Leave a comment

Your email address will not be published.


*