ભણતા ભણતા કાળના મુખમાં સમાઈ ગયા ચાર બાળકો, કોચિંગ સેન્ટર છે કે મોત નું કારખાનું?

ફક્ત પૈસા કમાવવા માટે કોચીંગ સેન્ટર ચલાવનાર એવા લોકોના સ્વાર્થની કિંમત આજે રાજધાની દિલ્હીમાં ચાર બાળકોએ પોતાનો જીવ ગુમાવી ચૂકવી હતી. દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં એક…

ફક્ત પૈસા કમાવવા માટે કોચીંગ સેન્ટર ચલાવનાર એવા લોકોના સ્વાર્થની કિંમત આજે રાજધાની દિલ્હીમાં ચાર બાળકોએ પોતાનો જીવ ગુમાવી ચૂકવી હતી. દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં એક કોચીંગ સેન્ટરની છત પડવાથી ચાર બાળકો અને એક શિક્ષકને કાળ ભરખી ગયો હતો.

આ દુર્ઘટના એ સમયે થઇ જ્યારે બાળકો ટ્યુશન ક્લાસ ના ક્લાસ રૂમમાં બેઠા હતા. આ દુર્ઘટનામાં ચાર બાળકોનું મૃત્યુ થયું છે તેમજ એક શિક્ષકનો પણ જીવ ગયો છે. તેમજ ઘણા બાળકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે, જેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

દિલ્હીની ફાયર ટીમે અહિયાં રાહત અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું. અને કાટમાળમાં દબાયેલા અન્ય બાળકોને સુરક્ષિત રીતે કાઢવામાં આવ્યા હતા. જણાવાઈ રહ્યું છે કે આ દુર્ઘટનામાં કોચીંગ સેન્ટરના સંચાલક પણ ઘાયલ થયા છે.

ઘટનાની જાણકારી મળતા જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને લોકોને ત્યાં જેમ બને તેમ ઝડપથી પહોંચવાની સુચના આપી છે. તેમજ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પણ આ દુર્ઘટના મામલે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ સખતમાં સખત કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

દુર્ઘટના બાદ અત્યાર સુધી તે લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્રણ વિદ્યાર્થીઓ હજુ સુધી મળ્યા નથી. કાટમાળને હટાવવા ની કામગીરી ચાલુ છે. મળતી સૂચના અનુસાર જ્યાં ટ્યુશન ક્લાસ ચાલી રહ્યો હતો ત્યાં બાજુ વાળા મકાનનું સમારકામ ચાલી રહ્યું હતું, જેના પડવાથી તેની ઝપેટમાં કોચિંગ ક્લાસ વાળી રૂમ પણ આવી ગઈ હતી.

જિલ્લા ડીસીપી વેદ પ્રકાશે આ ઘટનાને લઇને કહ્યું કે, “આ દુર્ઘટનામાં ત્રણ વિદ્યાર્થીઓ અને એક શિક્ષકનું મૃત્યુ થયું છે. ઘટનાસ્થળે બચાવકાર્ય ચાલી રહ્યું છે. એનડીઆરએફ અને પોલીસ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાના પ્રયાસમાં જોડાઈ ગઈ છે. 15 લોકોના દબાયા હોવાની આશંકા હતી. આઠ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે ચાર લોકોનું મૃત્યુ થયું છે.”

તેમણે કહ્યું કે, મરનારમાં એવા વિદ્યાર્થીઓ છે જે દુર્ઘટના દરમિયાન કોચીંગ સેન્ટરમાં ભણી રહ્યા હતા, આ સમયે એક શિક્ષકનું પણ મૃત્યુ થઈ ગયું છે. અંદર હજુ કેટલા લોકો દબાયેલા છે તેની સંપૂર્ણ સાચી માહિતી નથી મળી રહી. ઝડપથી દબાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કોશિશ ચાલી રહી છે.

Dcp વેદ પ્રકાશ સૂર્યા એ કહ્યું કે,”નિર્માણાધીન ઈમારત નું બીજો અને ત્રીજો માળ ધસી ગયો છે, જેનો પૂરેપૂરો ભાગ બાજુ ની બિલ્ડીંગ પર પડ્યો, જેમાં કોચિંગ સેન્ટર આવેલું હતું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *