ગાંધીનગર જઈ રહેલા પાલિકાના ચાર કર્મચારીને નડ્યો કાળમુખો અકસ્માત, બે કર્મીઓના મોત

તાજેતરમાં દેવભૂમિ દ્વારકા(Dwarka) જિલ્લામાંથી એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. જેમાં બે સરકારી કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં જામરાવલ નગરપાલિકા(Jamrawal Municipality)ના ચાર કર્મચારીઓ કામ માટે…

તાજેતરમાં દેવભૂમિ દ્વારકા(Dwarka) જિલ્લામાંથી એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. જેમાં બે સરકારી કર્મચારીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં જામરાવલ નગરપાલિકા(Jamrawal Municipality)ના ચાર કર્મચારીઓ કામ માટે ગાંધીનગર(Gandhinagar) જઈ રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત(Accident) નડ્યો હતો.

અકસ્માત બાદ એક કર્મચારીનું ઘટનાસ્થળે અને અન્ય કર્મચારીનું જામનગર સિવિલ હૉસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, તમામ કર્મચારીઓ બલેનો કારમાં હતા. જેમાં બે કર્મચારીઓના મોત થયા છે. તમામ કર્મચારીઓ વહેલી સવારે ગાંધીનગર જવા રવાના થયા હતા.

આ દરમિયાન બલેનો કાર અર્ટિગા કાર સાથે અથડાઈ હતી. બલેનો કારની પાછળની સીટ પર બેઠેલા બંને કર્મચારીઓના મોત થયા હતા. ઘટનાની જાણ થતાં જ પાલિકા પ્રમુખ સહિતના અધિકારીઓ હોસ્પિટલે પહોંચી ગયા હતા. આ અકસ્માતમાં ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા નીતિનભાઈ કાગડિયા અને સેનેટરી ઈન્સ્પેક્ટર મનોજ સિંગરખીયાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

રાવળ નગરપાલિકાના પ્રમુખ મનોજભાઈ રામસિંગભાઈ જાદવે જણાવ્યું હતું કે, રાવળ નગરપાલિકાના ચાર કર્મચારીઓ ઓફિસના કામ અર્થે ગાંધીનગર જઈ રહ્યા હતા. સવારના ત્રણથી ચાર વાગ્યા સુધીમાં બધા નીકળી ગયા. જામનગર હાઈવે પર તેમની કારનો અકસ્માત થયો હતો. ટેક્સ વિભાગમાં ફરજ બજાવતા નીતિનભાઇ ધીરૂભાઇ કાગડીયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટના અંગે, નગરપાલિકા પ્રમુખના જણાવ્યા મુજબ ત્રણેય કર્મચારીઓને ગંભીર હાલતમાં જામનગર સિવિલમાં રીફર કરવામાં આવ્યા હતા. જેમાં કનુભાઈ કાગડિયા, કેશુભાઈ બારૈયા અને મનોજભાઈ સિંગરખિયાનો સમાવેશ થાય છે. જે પૈકી મનોજભાઈ સિંગરખિયાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અકસ્માત બાદ બંને કારને ભારે નુકસાન થયું હતું. બલેનો કારના બોનેટનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *