ફળિયામાં સુતેલા ચાર બાળકોને વહેલી સવારે કુહાડીથી જીવતા કાપી નાખ્યા, જાણો કયાની છે આ ઘટના

મહારાષ્ટ્ર રાજ્યનાં જલગાવમાં એક જઘન્ય બનાવ બહાર આવ્યો છે. જ્યાં ગુરૂવારે રાત્રે એક પરિવારમાં 4 સગીરવયનાં બાળકોને એક અજાણ્યા વ્યક્તિએ કુહાડી મારીને કાપી નાખ્યા છે.…

મહારાષ્ટ્ર રાજ્યનાં જલગાવમાં એક જઘન્ય બનાવ બહાર આવ્યો છે. જ્યાં ગુરૂવારે રાત્રે એક પરિવારમાં 4 સગીરવયનાં બાળકોને એક અજાણ્યા વ્યક્તિએ કુહાડી મારીને કાપી નાખ્યા છે. એવું કહેવાય છે કે, આ 4 બાળકોનાં માતા અને પિતા પણ ઘરે જ હતા તેમજ આ પરિવાર મધ્ય પ્રદેશ રાજ્યનાં જલગાવમાં કામ કરવા માટે આવ્યા હતા. જલગાવનાં બોરખેડા ગામમાં મુસ્તફા નામનાં વ્યક્તિને ત્યાં આ પરિવાર ખેતી કરતો હતો.

આ ઘટના પછી આખા વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો
જલગાવમાં રાવેર તાલુકાનાં બોરખેડા ગામમાં બનેલો આ બનાવ પછી આખા વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. બોરખેડા ગામમાં ખેતરમાંથી સવારનાં સમયે મળેલાં આ ચાર બાળકોનાં શબથી આખા ગામનાં લોકો બહુ ગુસ્સે થયા છે તેમજ ગામમાં શોકનો માહોલ સર્જાયો છે.

આદિવાસી સમુદાયનો આ પરિવાર છે…
આ દંપતિ પોતાનાં 4 બાળકોની સાથે મળીને જલગાવમાં જ ખેતી કામ કરી રહ્યા છે. હાલ કોઈ કામને લીધે પતિ અને પત્ની બાળકોને જલગાવમાં ઘરે મુકીને તેઓ પોતાનાં વતન મધ્ય પ્રદેશ રાજ્ય ગયા હતા. આ સમયે બાળકો ઘરે એકલાં જ હતા. મૃત 4 બાળકોમાં 12 વર્ષીય દિકરી સઈતા, 11 વર્ષીય રાવલ, 8 વર્ષીય અનિલ તેમજ 3 વર્ષીય સુમન નામની માસૂમ દિકરી છે. આ 4 બાળકોનાં મૃતદેહ શબ માલિક મુસ્તફાના ખેતરમાંથી મળી આવ્યા છે.

માસુમ બાળકો કુહાડીથી કાપી નાખ્યા
પોલીસ દ્વારા શરૂઆતની તપાસમાં એવુ જાણવા મળ્યું છે કે, આ 4 બાળકોની હત્યા કુહાડીથી કાપીને કરવામાં આવી છે. પોલીસનો શક છે કે, આ 4 હત્યામાં એક જ કુહાડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યારે પોલીસ દ્વારા આ આખા વિસ્તાર સીલ કરવામાં આવ્યો છે. તેમજ સઘન તપાસ ચાલુ છે. આ હત્યાકાંડ શહેરથી માત્ર એક KMનાં અંતરે જ બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *