ભગવાન આવો દિવસ કોઈને ન બતાવે! એક જ ઘરમાંથી એકસાથે ચાર-ચાર અર્થી ઉઠતા ધ્રુસકે-ધ્રુસકે રડ્યું આખું ગામ

એક નાનકડા ગામમાં એક જ ઘરમાંથી ચાર અર્થી નીકળતા આખા ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. એક જ પરિવારના એકસાથે ચાર લોકોની અર્થી ઉઠતા જોઈ…

એક નાનકડા ગામમાં એક જ ઘરમાંથી ચાર અર્થી નીકળતા આખા ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. એક જ પરિવારના એકસાથે ચાર લોકોની અર્થી ઉઠતા જોઈ બધાના દિલ હચમચી ગયા. પરિવારજનો અને સ્વજનોના આંસુ સુકાતા ન હતા. સાથે જ ઉપસ્થિત લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. ગ્રામજનોએ કહ્યું કે ભગવાન આવો દિવસ કોઈને ન બતાવે.

જાણવા મળ્યું છે કે, બે ભાઈઓના 6 સભ્યોનો પરિવાર થોડા દિવસ પહેંલા તેના ગામથી ભગવાનની યાત્રાએ નીકળ્યો હતો, વિશ્વકર્મા પ્રતિષ્ઠા મહોત્સવ સહિત વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધા બાદ ગઈકાલે આબુ રોડ પહોંચ્યો હતો. જ્યાં હાઇસ્પીડ કન્ટેનરે આ દરેકને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, ચાર લોકો ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતા અને બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

અકસ્માતમાં 72 વર્ષીય રઘુનાથ ભાઈ, 65 વર્ષીય માનસી બહેન, 52 વર્ષીય ગોવિંદરામ અને 40 વર્ષીય કરુણાનું મોત થયું હતું. 9 વર્ષીય તનીશ અને 50 વર્ષીય પુષ્પા ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમની સારવાર ચાલી રહી છે. (નામ બદલ્યા છે)

આજે નાના ગામમાં શોકમય વાતાવરણમાં ચારેય મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જેમાં પરિવારજનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્પી હતી. દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા અનેક કાર્યકર્તા, અનેક પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ સામેલ થયા હતા. આ ઘટના રાજસ્થાનના નાના ગામની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *