નકલી IAS બની સરકારી ઓફિસમાં પૈસા વસૂલતો ઠગ ઝડપાયો, પોલ ખુલતા જ હાલ થયા બેહાલ

Published on: 3:08 pm, Fri, 19 November 21

રાજસ્થાનના ભરતપુરમાંથી નકલી IAS અધિકારી ઝડપાયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નકલી IAS ઓફિસર લોકોને ડરાવી-ધમકાવીને પૈસા પડાવતો હતો. પોલીસ લાંબા સમયથી તેને શોધી રહી હતી. પરંતુ તક મળતાં જ કેટલાક લોકોએ તેને પકડી લીધો અને જોરદાર માર માર્યો અને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો. લડાઈ દરમિયાન, તે નકલી IAS ઓફિસરના ચહેરા અને આંખો પર ઈજાઓ થઈ હતી.

નકલી IAS અધિકારી પકડાયો.
નકલી IAS અધિકારીની ઓળખ લુહાસા પોલીસ સ્ટેશન નાદબાઈ ગામનો રહેવાસી 38 વર્ષીય સૌરભ શર્મા તરીકે થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ઘણા સમયથી સરકારી અને ખાનગી ઓફિસમાં જઈને લોકોને ધમકાવતો હતો અને ત્યાર પછી આઈએએસ બનીને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. જ્યારે પોલીસે આરોપી સૌરભ વિશે માહિતી એકઠી કરી તો જાણવા મળ્યું કે તેની વિરુદ્ધ જયપુર, જોધપુર, અજમેર, ભરતપુરમાં નકલી ઓફિસર બતાવીને છેતરપિંડીના ઘણા કેસ નોંધાયેલા હતા.

તે કલેક્ટર બનીને લોકોને ધમકાવતો
આ મામલો શહેર કોતવાલીનો છે, જ્યાં પોલીસને માહિતી મળી હતી કે એક નકલી IAS ઓફિસરને લોકોએ પકડી લીધો છે અને તેની સાથે મારપીટ કરવામાં આવી રહી છે. તરત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર બાદ તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

પોલીસે નકલી IASની ધરપકડ કરી.
શહેર કોતવાલી પોલીસ સ્ટેશનના એએસઆઈ સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે પોલીસને માહિતી મળી હતી કે કેટલાક લોકોએ નકલી આઈએએસ ઓફિસરને પકડ્યો છે, જેના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેની ધરપકડ કરી હતી, આ નકલી આઈએએસ ઓફિસરની પણ તપાસ કરવામાં આવી રહી છે. તે લોકોને ડરાવી-ધમકાવીને તેમની પાસેથી પૈસા પડાવવાનું કામ કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati