અમિત શાહ સાથેની દોસ્તી અને દુશ્મની, દીનું સોલંકીને આ રીતે પાડી ભારે. જાણો વિગતે

Published on Trishul News at 5:17 PM, Thu, 11 July 2019

Last modified on July 11th, 2019 at 5:17 PM

રાજકારણમાં કોઈ કાયમી મિત્ર અને કોઈ કાયમી દુશ્મન હોતા નથી. દિનું સોલકીનો રાજકીય ઉદય જે રીતે થયો તેમાં અમિત શાહનો મહત્વનો હિસ્સો છે. ત્યાર બાદ દિનું સોલકીએ પોતાના તમામ બે નંબરના કારોબાર કર્યા અને પોતાની આડે આવનાર તમામને તેમણે સાફ કરી નાખ્યા. દિનું સોંલકીની ગેરકાયદે પ્રવૃત્તી રોકવા માટે જુનાગઢના બે એસપી દ્વારા તત્કાલીન ગૃહરાજય મંત્રી અમિત શાહને લેખિતમાં જાણ કરાઈ હતી, છતાં અમિત શાહે પોતાની રાજકીય જરૂરિયાતને કારણે પોલીસની ચેતવણીને પણ તે સમયે ધ્યાને લીધી નહીં. આમ અમિત શાહ અને દિનું સોંલકી એક જ થાળીમાં જમે તેવા સંબંધો હતા.

2010માં સૌરાબઉદ્દીન શેખ એન્કાઉન્ટર કેસની તપાસ કરવા સીબીઆઈ ગુજરાત આવી અને અમિત શાહને સમન્સ મોકલ્યું પછી અમિત શાહ ફરાર થઈ ગયા અને કહેવાય છે કે અમિત શાહ ફરાર થઈ ગયા પછી દિનું સોંલકીના કોડીનાર સ્થિત ફાર્મ હાઉસમાં હતા કારણ અહીં સુધી સીબીઆઈનું પહોંચવું અશકય હતું. આ કેસનો આરોપી અને દિનું સોંલકીનો ભત્રીજો શીવા સોંલકી અમિત શાહના અંગત ડ્રાઈવર તરીકે પણ કામ કરતો હોવાની પણ એક વાત છે. આમ અમિત શાહના કપરા દિવસોમાં દિનું સોંલકી અમિત શાહ સાથે રહ્યા હતા.

અમિત શાહને મદદ કરી તે બદલામાં દિનું સોંલકીએ ખુબ લાભો લીધા હતા, જ્યારે અમિત જેઠવાની હત્યા થઈ ત્યારે પહેલા દિવસથી જ દિનું સોંલકી ઉપર આરોપ થઈ રહ્યા હતા, પરંતુ અમિત શાહ સાથે નજીકના સંબંધને કારણે પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કલીન ચીટ આપી ત્યાર બાદ સુરેન્દ્રનગર એસપી દ્વારા પણ કલીન ચીટ મળી હતી. આ ઉપરાંત હાઈકોર્ટ દ્વારા રચાયેલા ખાસ તપાસ દળે પણ કલીન ચીટ આપી હતી. આમ તમામ તબ્બકે અમિત શાહને કારણે સોંલકી સલામત નિકળી ગયા આખરે સીબીઆઈએ તેમને પકડયા હતા. ટ્રાયલ દરમિયાન પણ એક પછી એક સ્થિતિ દિનું સોંલકી તરફ સરકી રહી હતી અને સીબીઆઈ પણ કોર્ટમાં સોંલકીને ફાયદો થાય તેમ વર્તી રહી હતી. તે બહુ સહજ હતું અને કોના ઈશારે સોંલકી બચી રહ્યા હતા તે સહુને ખબર પડતી હતી.

પણ 2019ની લોકસભાની ચૂંટણીમાં જુનાગઢ બેઠક ઉપર ભાજપે રાજેશ ચુડાસમાને ટિકિટ આપી તે વાત દિનું સોંલકીને પસંદ પડી ન્હોતી. જેના કારણે દિનું સોંલકી અને તેમના સમર્થકોએજાહેરમાં રાજેશ ચુડાસમાની વિરૂધ્ધમાં કામ કરવાની શરૂઆત કરી હતી. રાજેશ ચુડાસમા દ્વારા આ અંગે અમિત શાહનું ધ્યાન દોરતા અમિત શાહે ગુજરાતના પ્રવાસ દરમિયાન દિનું સોંલકીને શાનમાં સમજાવી પોતાની પ્રવૃત્તી બંધ કરી દેવા કહ્યું હતું, પરંતુ દિનું સોંલકીએ અમિતશાહની વાતને ગણકારી નહીં અને રાજેશ ચુડાસમા સામે પ્રચાર ચાલુ રાખ્યો હતો. આમ પથ્થર નીચે હાથ હોવા છતાં દિનું સોંલકી પોતાની હેસીયત ભુલી ગયા અને તેમણે અમિત શાહને નારાજ કરવાની હિંમત કરી હતી.

સીબીઆઈ કોર્ટે સજાનો હુકમ કર્યો ત્યાર બાદ કોર્ટ રૂમની બહાર રડતા બહાર આવેલા દિનું સોંલકીના પત્ની એક જ વાકય રડતા રડતા બોલ્યા હતા કે. રાજકારણની સાથે દોસ્તી પણ કામ નહીં, જો કે તેમણે કોઈના નામના ઉલ્લેખ કર્યો ન્હોતો પરંતુ ત્યાં હાજર બધા સમજી ગયા હતા કે ઈશારો અમિત શાહ તરફ હતો.

-પ્રશાંત દયાળ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "અમિત શાહ સાથેની દોસ્તી અને દુશ્મની, દીનું સોલંકીને આ રીતે પાડી ભારે. જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*