મીરાબાઈ ચાનુથી લઈને આ ખેલાડીઓએ કોમનવેલ્થમાં વધાર્યું દેશનું ગૌરવ- જાણો કુલ કેટલા મેડલ મળ્યા

બર્મિંગહામ(Birmingham)માં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ(Commonwealth Games)માં ભારતે(India) પણ મેડલનું ખાતું ખોલી નાખ્યું છે અને ખાસ વાત એ છે કે એક જ દિવસમાં ભારતીય વેઈટલિફ્ટર્સે 4…

બર્મિંગહામ(Birmingham)માં રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ(Commonwealth Games)માં ભારતે(India) પણ મેડલનું ખાતું ખોલી નાખ્યું છે અને ખાસ વાત એ છે કે એક જ દિવસમાં ભારતીય વેઈટલિફ્ટર્સે 4 મેડલ પોતાના નામે કર્યા છે. ઓલિમ્પિક મેડલ વિજેતા સ્ટાર વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ(Mirabai Chanu)એ ગોલ્ડ મેડલ(Gold Medal) જીત્યો હતો. આ સાથે જ અન્ય 3 મેડલ પણ વેઈટલિફ્ટિંગ(Weightlifting)માં મળ્યા છે.

ઓલિમ્પિક મેડલ વિજેતા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ દેશનું નામ રોશન કર્યું અને કોમનવેલ્થ ગેમ્સ-2022માં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની. તેણે મહિલાઓની 49 કિગ્રામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે કુલ 201 કિલો વજન ઉપાડ્યું. મીરાબાઈએ સ્નેચમાં 88 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 113 કિલો વજન ઉપાડ્યું હતું.

મીરાબાઈ ચાનુએ કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તેણે ગયા વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં પણ દેશનું સન્માન વધાર્યું હતું. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર અને પદ્મશ્રીથી સન્માનિત મીરાબાઈએ 49 કિગ્રામાં ટોક્યોનો સિલ્વર મેડલ જીત્યો હતો.

સંકેત સરગર આ ગેમ્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો જ્યારે તેણે પુરુષોની 55 કિગ્રામાં સિલ્વર મેડલ જીત્યો. મહારાષ્ટ્રનો વતની સંકેત ફાઈનલમાં માત્ર 248 કિલો વજન જ ઉઠાવી શક્યો હતો. ક્લીન એન્ડ જર્કના ત્રીજા પ્રયાસમાં તેને નાની ઈજા થઈ હતી, જેના કારણે તે ગોલ્ડ મેડલથી ચુકી ગયો હતો. સંકેતે સ્નેચમાં 113 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં 135 કિગ્રા વજન ઉપાડ્યું હતું. મલેશિયાના મોહમ્મદ અનિકે 249 કિલો વજન ઉઠાવીને મેચનો ગોલ્ડ જીત્યો હતો.

ભારતીય વેઇટલિફ્ટર ગુરુરાજ પૂજારીએ પુરુષોની 61 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. ગુરુરાજે 269 કિલો વજન ઉઠાવીને મેડલ જીત્યો હતો. પૂજારીએ સ્નેચમાં 118 કિગ્રા અને ક્લીન એન્ડ જર્કમાં 151 કિગ્રા વજન ઉપાડ્યું હતું. પૂજારી સતત બીજી કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. આ મેચમાં ગોલ્ડ મેડલ મલેશિયાના મોહમ્મદ અંજીલે જીત્યો હતો. આ સાથે જ પાપુઆ ન્યુ ગિનીની મોરે બાયુ સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્ય હતા.

શનિવાર 30 જુલાઈના રોજ, ભારતનો છેલ્લો મેડલ બિંદિયારાની દેવીએ જીત્યો હતો. તેણે કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં પહેલો મેડલ જીત્યો. મણિપુરની આ 23 વર્ષની મહિલા વેઈટલિફ્ટરે 55 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે કુલ 202 કિલો વજન ઉપાડ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *