અહિયાં કોરોના ટેસ્ટ કરતો વિશ્વનો પ્રથમ રોબોટ બન્યો, ટેસ્ટિંગ દરમિયાન સંક્રમણનો ભય રહેશે નહિ

દુનિયાભરમાં 59 લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે જ્યારે સાડા ત્રણ લાખથી વધુ જીવ ગુમાવી ચૂક્યા છે. કોરોના વાયરસના દર્દીઓની સારવાર દરમિયાન સ્વાસ્થ્ય કર્મીઓ…

દુનિયાભરમાં 59 લાખ લોકો કોરોનાની ઝપટમાં આવી ચૂક્યા છે જ્યારે સાડા ત્રણ લાખથી વધુ જીવ ગુમાવી ચૂક્યા છે. કોરોના વાયરસના દર્દીઓની સારવાર દરમિયાન સ્વાસ્થ્ય કર્મીઓ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે. એવામાં ડેનમાર્કના વિજ્ઞાનીઓએ એક રોબોટ બનાવ્યો છે, જે જાતે જ ટેસ્ટ માટે સ્વેબ લઇને તેને સુરક્ષિત રાખવાનું કામ કરી લે છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તેનાથી સેમ્પલ લેનારા સ્વાસ્થ્યકર્મીઓને સંક્રમણથી બચાવી શકાશે. યુનિ. ઑફ સધર્ન ડેનમાર્કએ આ રોબોટ વિકસાવ્યો છે. તે કોરોનાના ટેસ્ટ માટેનો વિશ્વનો પ્રથમ ઓટોમેટિક રોબોટ છે.

રોબોટ બનાવનારા પ્રો. થિયુસિયુસ રજીત સવારીમુથુ જણાવે છે કે રોબોટે સૌપ્રથમ મારો ટેસ્ટ કર્યો. રોબોટે ગળામાં સ્વેબ જ્યાં પહોંચાડવાનો હતો તે જગ્યાએ સહેલાઇથી પહોંચાડ્યો તે જોઇને હું દંગ રહી ગયો. આ મોટી સફળતા છે. તેઓ એક મહિનાથી 10 લોકોની ટીમ સાથે રોબોટ ડેવલપ કરવામાં વ્યસ્ત હતા. હાલ સેમ્પલ લેતી વખતે સ્વાસ્થ્યકર્મીઓએ પીપીઇ કિટ પહેરવી પડે છે, જે ફરી ઉપયોગમાં પણ લઇ શકાતી નથી. તેથી સ્વાસ્થ્યકર્મીઓ પાસેથી આશા રખાય છે કે તેઓ ઓછામાં ઓછા 8-9 કલાક સુધી પીપીઇ કિટ પહેરીને કામ કરતા રહે. એવામાં રોબોટથી ઘણી મદદ મળશે.

દર્દી આ રોબોટની સામે બેસીને મોઢું ખોલે છે અને રોબોટ તેના મોઢામાં સ્વેબ નાખે છે. પછી સેમ્પલ લઇને રોબોટ તે સ્વેબને ટેસ્ટ ટ્યૂબમાં મૂકીને પેક કરી દે છે. સ્વેબ ટેસ્ટ સૌથી સચોટ હોય છે પણ તેમાં સેમ્પલ લેનારને પણ સંક્રમિત થવાનું જોખમ રહે છે. આ સમગ્ર કામગીરીમાં રોબોટના ઉપયોગથી તે જોખમ દૂર થઇ જશે. થ્રી-ડી પ્રિન્ટર દ્વારા બનેલા આ રોબોટનો ઉપયોગ જૂનથી શરૂ થઇ શકે છે.

ભારતમાં પણ કોરોના સંક્રમિત દર્દીઓ સુધી દવા પહોંચાડવા માટે રોબોટ બનાવવામાં આવ્યા છે. પરંતુ તેઓ ઑટોમેટિક નથી. કોરોના જેવી મહામારી દરમિયાન સ્વાસ્થ્ય ક્ષેત્રે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો આપણા સ્વાસ્થ્ય કર્મચારીઓના જીવ બચાવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *