નવા ટ્રાફિક નિયમ ના પ્રથમ દિવસે બન્યો રમુજી કિસ્સો વાચો વધુ અહિયાં…

રાજ્યભરમાં આજથી નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે અને નવી જોગવાઈ મુજબ દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. જેને પગલે અમદાવાદમાં એક…

રાજ્યભરમાં આજથી નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ શરૂ થઈ ગયો છે અને નવી જોગવાઈ મુજબ દંડની વસૂલાત કરવામાં આવી રહી છે. જેને પગલે અમદાવાદમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. પરંતુ નવા નિયમના અમલના થોડા કલાક પહેલા જ શહેરના લાલ દરવાજા નજીક જૂની જુમ્મા મસ્જીદ સામે રવિવારે સાંજે ટ્રાફિક પોલીસની મેમો બૂક લઇ બાઈક સવાર બે શખ્સો નાસી ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

ટ્રાફિક પોલીસની આબરું ન જાય તે માટે કોઇ ફરિયાદ કરવાનું ટાળ્યું

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ કર્મીએ હેલ્મેટ વગરના બાઈક ચાલકને રોક્યો હતો. ત્યાર બાદ આ યુવકે ટ્રાફિક પોલીસને ધક્કો મારતા તેઓ નીચે પડી ગયા હતા અને અન્ય પોલીસકર્મીઓએ બાઇક પર પીછો કરતા નાસી રહેલા શખ્સે મેમો બૂક ફેંકી દીધી હતી. જોકે ટ્રાફિક પોલીસની આબરું ન જાય તે માટે કોઇ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

પોલીસકર્મીને પાછળ બેઠેલા શખ્સે ધક્કો મારી દીધો

સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, લાલ દરવાજા જૂની મસ્જીદ સામે આજે સાંજે ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમના ભંગ બદલ મેમો આપી રહી હતી. ત્યારે બાઇક પર સવાર બે શખ્સોએ હેલ્મેટ પહેર્યું ન હતું. ટ્રાફિક પોલીસે તેમને અટકાવી મેમો આપ્યો હતો. બંને શખ્સો બાઇક પર બેઠા હતા અને મેમોમાં સહી કરવા માટે મેમો બૂક ટ્રાફિક પોલીસે બાઇક ચાલકને આપતા બંનેએ મેમો બૂક આંચકી બાઇક ભગાવ્યું હતુ. મેમો બૂક લેતી વખતે પોલીસકર્મીને પાછળ બેઠેલા શખ્સે ધક્કો મારી દીધો હતો. આ જોઇ અમુક પોલીસ કર્મીઓ તેને પકડવા દોડ્યા અને પીએસઆઈએ બાઈક પર પીછો કર્યો હતો. તે જોઈને બંને શખ્સો મેમો બૂક રસ્તામાં નાખી ભાગી છૂટ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *