વિદ્યાર્થીઓ પાસેથી વધુ ફી વસુલનાર કતારગામની ગજેરા ઇંગ્લીશ પ્રાઇમરી સ્કુલને 5 લાખ દંડ

Gajera English Primary School in katargam fined 5 lakes to collect more fees from students

સુરતની જાણીતી શાળાઓ દ્વારા એફ.આર.સીએ નક્કી કરેલી ફી કરતા વધુ ફી લેતા હોવાની વાલીઓએ ફરિયાદ કરી હતી. અને શાળાઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. એફ.આર.સી દ્વારા કોઇ કાર્યવાહી ન થતા વાલીઓએ ઉગ્ર આંદોલન ચલાવ્યુ હતુ. એફ.આર.સીના સભ્યોના પુતળા પણ બાળ્યા હતા.અને ઓફિસની બહાર જ ધરણાં પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો.

વાલીઓએ કતારગામની ગજેરા ઇંગ્લીશ પ્રાઇમરી સ્કુલના સંચાલકો વધુ ફી લઇ રહયાં હોવાની ફરિયાદ કરી હતી.જેની જિલ્લા શિક્ષણાધિકારીને તપાસ સોંપાયા બાદ રિપોર્ટ આપ્યો હતો.

આ રિપોર્ટ બાદ એફ.આર.સીના અધ્યક્ષે આ શાળાને કાયદાની કલમ -2 સાથે વાંચતા કલમ 11 (1 ) નો ભંગ કરી દંડનીય કૃત્ય આચરેલ હોય કલમ-14 મુજબ રૃા..5 લાખનો દંડ ફટકાર્યો હતો. આ દંડની રકમ સાત દિવસમાં જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ જમા કરાવવા તાકીદ કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Share your opinion here...
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.