રાજકોટમાંથી ઝડપાયું જુગારધામ: પોલીસે 85 શખ્સોની કરી ધરપકડ, 3.87 લાખ કબજે કર્યા

Published on: 12:47 pm, Tue, 22 June 21

એલ.સી.બીની ટીમને મળેલી માહિતી અનુસાર, પી.આઈ એ.આર.ગોહિલની ઓડરથી પોલીસે ગોંડલ તાલુકાનાં રૂપાવટી ગામે દરોડો પાડતા તીનપતિનો જુગાર રમતા 16 વ્યક્તિની પોલીસે ધરપકડ કરી ઘટના સ્થળ પરથી રૂપિયા 99250 ની રોકડ કબજે કરી છે.

જયારે અન્ય દરોડામાં સ્થાનિક પોલીસે જૂગાર રમતા 6 વ્યક્તિને પકડી લઇ રૂપિયા 25750 કબજે કર્યા છે. જયારે કોટડાસાંગાણી પોલીસે રામોદ ગામેથી બે સ્થળોએ જુગાર રમતા 4 જુગારીઓને પકડીને 26450 રૂપિયા તથા 5 વ્યક્તિને પકડી રૂપિયા 27200 કબજે કર્યા છે.

જયારે ગોંડલ પોલીસે નવી માર્કેટ યાર્ડ પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતો હતો. પોલીસે ત્યાં દરોડા પાડીને 6 વ્યક્તિની ધરપકડ કરી રોકડા રૂપિયા 35950 કબજે કર્યા છે. જયારે જેતપુર પોલીસે સરદાર ચોક પાસે કેનાલમાં જૂગાર રમતા 4 વ્યક્તિને ધડપકડ કરી 11300 રૂપિયા કબજે કર્યા છે.

જયારે બીજા એક દરોડામાં આટકોટ પોલીસે દળવા ગામે જૂગાર રમતા 5 વ્યક્તિની ધરપકડ કરી રૂપિયા 11220 કબુજે કર્યા છે. જયારે જસદણ પોલીસે શિવરાજપુર ગામે જુગાર રમતા 14 વ્યક્તિની ધડપકડ કરી રૂપિયા 71040 નો માલ કબજે કર્યા હતા.  જસદણ પોલીસે ભડલી ગામે દરોડામાં જુગાર રમતા 12 વ્યક્તિને દબોચી રૂપિયા 41430 કબજે કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.