સોસાયટીમાં ઘર આંગણે રમતા ચાર વર્ષના બાળકને કારે કચડી નાખ્યો- જુઓ CCTV વિડીયો

Published on: 4:32 pm, Mon, 6 December 21

ગુજરાત(Gujarat): ગાંધીનગર(Gandhinagar)ના સરગાસણ(Sargasana) વિસ્તારમાં માતા પિતા માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારની એક સોસાયટીમાં 4 વર્ષનું બાળક ગેટ પાસે રમી રહ્યું હતું ત્યારે અચાનક જ એક કાર સોસાયટીમાં પ્રવેશે છે અને બાળકને કચડી નાખે છે. આ અકસ્માત દરમિયાન 4 વર્ષીય બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. આ બાળક પોતાની માતા સાથે મામાના ઘરે આવ્યું હતું ત્યારે જ આ દુર્ઘટના બની હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

4 વર્ષીય બાળકનું મોત થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. માતા-પિતાની નાની બેદરકારીને કારણે એક માસુમને પોતાનો જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. સમગ્ર ઘટના ગાંધીનગરની બહારના વિસ્તાર સરગાસણની સ્વસ્તિક 42 સોસાયટીની છે. આ સમગ્ર ઘટનાનાં દ્રશ્યો સીસીટીવી(CCTV) કેમેરામાં કેદ થઇ ગયા છે.

સામે આવેલા સીસીટીવી વિડીયોમા જોઈ શકાય છે કે, બાળક ગેટ પર રમી રહ્યું હતું ત્યારે જ કાર સોસાયટીમાં એન્ટ્રી કરી રહી હતી. કારના ડ્રાઈવરે વળાંક દરમિયાન બાળકને જોયું ન હતું અને તેના પર કાર ચડાવી દીધી હતી. જેને લીધે બાળકનું કાર નીચે કચડાઈ જવાથી કરુણ મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસાર, સ્વસ્તિક 42 સોસાયટીમાં મામાના લગ્નમાં બાળક પોતાની માતા સાથે આવ્યું હતું. મામાના ઘરે બની ગોઝારી ઘટના બનતાં લગ્નનો ઉત્સાહ માતમમાં ફેરવાઈ જવા પામ્યો હતો. આ ઘટના પરથી માતા-પિતાને શીખ લેવાની જરૂર છે કે, આપણે નાના બાળકો પ્રત્યે જરા પર બેદરકારી ન દાખવીએ અને ખાસ ધ્યાન રાખીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati Gandhinagar, gujarat, ગાંધીનગર, ગુજરાત