ગાંધીનગર જીતવાના સપના જોતી આમ આદમી પાર્ટીની છાતીના પાટીયા બેસી ગયા- ભાજપ જંગી બહુમત સાથે બનાવશે મનપા

ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લા એક મહિનાથી રાજકારણ(Politics)માં ખુબ મોટી ઉથલપાથલ અને હલચલ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી સાથે આખેઆખી સરકાર બદલી નાંખી અને…

ગુજરાત(Gujarat): રાજ્યમાં છેલ્લા એક મહિનાથી રાજકારણ(Politics)માં ખુબ મોટી ઉથલપાથલ અને હલચલ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી સાથે આખેઆખી સરકાર બદલી નાંખી અને ત્યારબાદ હવે પહેલી પરીક્ષા ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી(Gandhinagar Municipal Corporation Election) હતી. રવિવારે ચૂંટણી માટે મતદાન યોજવામાં આવ્યું હતું અને આજે આ ચુંટણીના પરિણામો સામે આવી રહ્યા છે જેમા ભારતીય જનતા પાર્ટી(BJP)ને સ્પષ્ટ બહુમતી મળતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીને સવારે 11 વાગ્યા સુધીમાં જ 23થી વધારે બેઠકો કબજે કરી લીધી છે.

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના ચૂંટણી પરિણામનો આજે દિવસ છે. ત્યારે 11 વોર્ડની 44 બેઠકોના 162 ઉમેદવારોનું ભાવી આજે નક્કી થવા જઈ રહ્યું છે. આ વખતે આમ આદમી પાર્ટી(AAP)માં પણ ચૂંટણીના આ મહાસંગ્રામમાં જોડાઈ છે. જો કે, અત્યાર સુધી સામે આવેલા પરિણામોમાં ભાજપની પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે અને અનેક જગ્યાએ વિજયોત્સવ પણ શરુ કરી દીધો છે. અત્યાર સુધીમાં જીત હાંસલ કરેલ ઉમેદવારોની યાદી આ પ્રમાણે છે:

ગાંધીનગર વોર્ડ નંબર 1 માં ભાજપના ઉમેદવાર અંજનાબેન મહેતા, નટવરજી ઠાકોર, રાકેશ પટેલ અને મીનાબેન મકવાણાએ પોતાની બેઠક પર જીત મેળવી છે. વોર્ડ નંબર 3 માં સોનાલી પટેલ(ભાજપ), અંકિત બારોટ (કોંગ્રેસ), દિપીકા સોલંકી(ભાજપ), ભરત ગોહિલ(ભાજપ)નો વિજય થયો છે. વોર્ડ નંબર 5 માં હેમાબેન ભટ્ટ(ભાજપ), પદ્મસિંહ ચૌહાણ(ભાજપ), કૈલાશબેન સુતરીયા(ભાજપ) અને  કિંજલકુમાર પટેલ(ભાજપ)નો વિજય થયો છે.

વોર્ડ નંબર 7 માં સોનલબા વાઘેલા(ભાજપ), પ્રેમલસિંહ ગોલ(ભાજપ), કિંજલબેન ઠાકોર(ભાજપ) અને શૈલેષ કુમાર પટેલ(ભાજપ)નો વિજય થયો છે. વોર્ડ નંબર 9માં અલ્પાબેન પટેલ(ભાજપ), શૈલાબેન ત્રિવેદન(ભાજપ), રાજુભાઇ પટેલ(ભાજપ), સંકેત પંચાસરા(ભાજપ) નો વિજય થયો છે. જયારે વોર્ડ નંબર 10 માં તેજબેન વાળંદ(ભાજપ), પોપટ સિંહ ગોહિલ(ભાજપ), મહેન્દ્ર પટેલ(ભાજપ), મીરાબેન પટેલ(ભાજપ) નો વિજય થયો છે.

મળતી માહિતી અનુસાર, સવારે 11 વાગ્યાના પરિણામોમાં 31 બેઠકો પર ભાજપે કબજે કરી લીધી છે. જ્યારે કોંગ્રેસ માત્ર એક જ બેઠક જીતી શકી અને આમ આદમી પાર્ટી એક પણ બેઠક જીતી શકી નથી, એટલે કે આમ આદમી પાર્ટીના સુપડા સાફ થયા હોય તેવું દેખાઈ રહ્યું છે.

ગાંધીનગરમાં પહેલીવાર ભાજપને મળી સ્પષ્ટ બહુમતી:
ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં મહાનગરપાલીકામા પહેલીવાર ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. વર્ષ 2011માં થયેલ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો વિજય થયો હતો. જયારે 2016માં ટાઈ થઈ હતી અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેને સમાન બેઠકો મળી હતી. જોકે આ વખતે ગાંધીનગરમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. 2011માં ગાંધીનગરમાં કોંગ્રેસને 18 જ્યારે ભાજપને 15 બેઠકો મળી હતી. જ્યારે 2016માં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પાર્ટીઓને 16-16 બેઠકો મળી ગઈ હતી.

ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ આવતા ભારતીય જનતા પાર્ટીએ વિજયનો ઉત્સવ શરૂ કરી દીધો છે. ત્યારે ગાંધીનગર જીતવાના સપના જોતી આમ આદમી પાર્ટીને હજુ સુધી એક પણ બેઠક પર વિજય મળ્યો નથી. પાટનગર ગાંધીનગરમાં આપ માટે ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવી સ્થિતિ સર્જાય છે. આપ પાર્ટીએ જેટલા દેખાવો અને સભાઓ કર્યા હતા, તે પ્રમાણેના પરિણામ નથી મળ્યા. હાલમાં આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં ખાતું પણ નથી ખોલ્યું. ત્યારે આ પરથી જોતા તો એવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી જંગી બહુમત સાથે ગાંધીનગરમાં પોતાની સરકાર બનાવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *