રાજકારણને લઈ સર્જાઈ મોટી ઉથલપાથલ: ભૂતપૂર્વ CM વિજય રૂપાણીને ફરી મળી શકે છે…

ગુજરાત: થોડા દિવસ પહેલા જ ગુજરાત (Gujarat) ના નવા મુખ્યમંત્રી (New Chief minister) તરીકે ભુપેન્દ્ર પટેલ (Bhupendra patel) ની પસંદગી કરવામાં આવી છે ત્યારે મળી…

ગુજરાત: થોડા દિવસ પહેલા જ ગુજરાત (Gujarat) ના નવા મુખ્યમંત્રી (New Chief minister) તરીકે ભુપેન્દ્ર પટેલ (Bhupendra patel) ની પસંદગી કરવામાં આવી છે ત્યારે મળી રહેલ જાણકારી મુજબ, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તેમજ ભાજપના દિગ્ગજ નેતા વિજય રૂપાણી (Vijay Rupani) ને પક્ષ દ્વારા ખુબ મોટી જવાબદારી મળી શકે છે. એમને કેન્દ્રમાં મહત્વની જવાબદારી આપવામાં આવી શકે છે.

રાજીનામુ આપ્યા પછી આપ્યું હતું નિવેદન:
રાજીનામુ આપ્યા પછી વિજય રૂપાણીએ નિવેદન આપતા કહ્યું હતું કે,જે ઘટનાઓ બની તેને હું ખૂબ સહજ રીતે જોવું છું. કોઈ મોટો ભૂકંપ થઈ ગયો કે, આશ્ચર્યજનક ઘટના છે એવું કાઈ જ નથી. 5 વર્ષ હાઈકમાન્ડ દ્વારા મને જે તક આપવામાં આવી એના બદલ હું નરેન્દ્ર ભાઈનો તેમજ અમિત ભાઈનો ખુબ આભારી છું કે, ગુજરાતની જનતાની સેવા કરવાની મને તક આપી.

હું તો CM જ રહીશ:
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી હતો ત્યારે પણ CM હતો તેમજ હાલમાં પણ CM જ રહીશ. કારણ કે, CMનો અર્થ જ થાય છે કોમન મેન. તો હાલમાં પણ CM છું તેમજ ભવિષ્યમાં પણ CM જ રહેવાનો છું. આમ, તેઓએ કહ્યું હતું.

આગળના દિવસે મને અપાઈ હતી સૂચના:
તેઓ જણાવે છે કે, પાર્ટીએ કહ્યું કે, આપણે પરિવર્તન કરી રહ્યા છીએ તો સ્વાભાવિક પરીવર્તનની પ્રક્રિયા છે. આવો નિર્ણય ભારતીય જનતા પાર્ટી જ કરી શકે, બીજા કોઈ ન કરી શકે. હાઈકમાન્ડનો આદેશ મળતા મેં તેનું પાલન કર્યું અને રાજીનામુ આપી દીધું.

આ અંગેની સૂચના રાજીનામું આપ્યાના આગળના દિવસે રાત્રે હાઈકમાન્ડ દ્વારા અપાઈ હતી. હાઈકમાન્ડના આદેશ પછી રાજીનામુ આપી દીધું હતું. આ અંગેની સૂચના રાજીનામું આપ્યાના આગળના દિવસે જ રાત્રે હાઈકમાન્ડ દ્વારા સૂચના આપવામાં આવી હતી.

અનેક યોજનાઓ મને જીવનભર યાદ રહેશે:
પૂર્વ મુખ્યમંત્રીએ પોતાના કાર્યકાળના સંસ્મરણો વાગોળતા જણાવ્યું હતું કે, એવી કેટલીક યોજનાઓ છે કે, જે મને જીવનભર યાદ રહેશે. સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રમાં પાણીનો ખુબ મોટો પ્રશ્ન આપણે પૂરો કર્યો છે. તો સેવા સેતૂ મારફતે નાના માણસને પોતાના તમામ હકો અપાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *