જૂનાગઢનો આ મુસ્લિમ ભાવિક દર વર્ષે યોજે છે ગણેશોત્સવ- ચારેબાજુ ગવાય છે યુવકની ગણેશ ભક્તિના ગુણ

હાલ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi)નો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે દરેક શહેરોમાં ઠેર ઠેર ગણેશજીની સ્થાપનો કરી પૂજા-અર્ચના કરવામાં આવે…

હાલ ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi)નો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે દરેક શહેરોમાં ઠેર ઠેર ગણેશજીની સ્થાપનો કરી પૂજા-અર્ચના કરવામાં આવે છે. ત્યારે જૂનાગઢમાં કોમી એકતાના પ્રતીક સ્વરૂપે ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે. લોકગાયક શબ્બીર ચોરવાડા(Shabbir Chorwara) દ્વારા ગણપતિ મહારાજનું સ્થાપન અને પૂજન કરી કોમી એકતાના દર્શન કરાવાયાં છે.

મળતી માહિતી અનુસાર, જૂનાગઢની ઇન્દ્રપ્રસ્થ સોસાયટી અને સફલ રેસીડેન્સી દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે સફલ રેસીડેન્સીની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા લોકગાયક શબ્બીરભાઇ ચોરવાડા દર વર્ષે ગણેશ મહોત્સવ અચૂકપણે યોજે છે. આ વર્ષે પણ તેઓ 7 દિવસ સુધી ગણપતિ સ્થાપન કરવાના હોવાનું જાણવા મળ્યું છે. આટલું જ નહિ, આ સિવાય રોજેરોજ તેમાં ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે.

આ અંગે શબ્બીરભાઇએ જણાવ્યું છે કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે ગણેશોત્સવનું આયોજન કર્યું છે. જેમાં તા. 31 ઓગષ્ટના રોજ સવારે શુભ મુહૂર્તમાં ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું હતું. તેમજ રોજ સવારે પૂજન થશે. જ્યારે સાંજે 7 વાગ્યે આરતીનો સમય રાખ્યો છે. જયારે વિસર્જન તા. 7 સપ્ટે.ના રોજ સવારે કરવામાં આવશે.

આ સિવાય સ્થાપનના દિવસે સાંજે આરતી ઉપરાંત દાંડીયા રાસ, તા. 1, 2, 4ના રોજ દાંડીયા રાસ રાખવામાં આવ્યા છે. તા. 3 ના રોજ રાત્રે 9:30 વાગ્યાથી લોકડાયરો યોજાશે. તા. 4 સપ્ટે.એ સાંજે 5 વાગ્યે સત્યનારાયણની કથા રાખવામાં આવી છે. તા. 5 ના રોજ સાંજે 9:30 વાગ્યે માટલાનો કાર્યક્રમ છે. જ્યારે તા. 6 ના રોજ રાત્રે 9 વાગ્યે હનુમાન ચાલીસા અને સુંદરકાંડના પાઠનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ રીતે મુસ્લિમ યુવક દ્વારા ગણપતિ મહારાજનું સ્થાપન અને પૂજન કરી કોમી એકતાના દર્શન કરાવાયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *