5 બાળકોની માતા સાથે 17 લોકોએ કર્યો ગેંગરેપ, જાણો સમગ્ર ઘટના..

હાલના સમય માં ગેંગ રેપ કેસો ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે આવોજ એક કિસ્સો ઝારખંડમાંથી સામે આવી રહ્યો છે. પીડિતાના પતિનું…

હાલના સમય માં ગેંગ રેપ કેસો ની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે આવોજ એક કિસ્સો ઝારખંડમાંથી સામે આવી રહ્યો છે. પીડિતાના પતિનું કહેવું છે કે, ગામમાં દર મંગળવારે બજાર ભરાય છે. તે પોતાની પત્ની સાથે રાત્રે 8 વાગ્યે બજારમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો. રસ્તામાં આશરે 17 છોકરાઓ દારૂના નશામાં ઉભા હતા. તેમાંથી પાંચે તેના પતિને પકડ્યા હતા અને 2 છોકરાએ તેની પત્નીને પકડી હતી. ત્યારબાદ બાકીના છોકરાઓ પત્નીને ઝાડીમાં લઈ ગયા. પછી રાતના 12 વાગ્યા સુધી વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો.આ ઘટના પછી, દરેક વ્યક્તિએ ધમકી આપી હતી કે, જો તે કોઈને કહે તો તેને જાનથી મારી નાંખશે.

ઝારખંડના દુમકાથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. જ્યાં મંગળવારે રાત્રે 17 લોકોએ એક 5 બાળકોની માતા સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. મહિલા તેના પતિ સાથે બજારમાંથી ઘરે પરત ફરી રહી હતી. ત્યારે બદમાશોએ મહિલાના પતિને બંધક બનાવ્યો હતો, ત્યારબાદ તેની સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પીડિતાના નિવેદનના આધારે બુધવારે પોલીસે મુખ્ય આરોપી રામ મોહલી સહિત 17 લોકો વિરુદ્ધ FIR નોંધીને તપાસ શરૂ હાથ ધરી છે.

આ કેસમાં એસડીપીઓ વિજયકુમાર, મુફસીલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ નવલ કિશોરસિંહ તપાસમાં સામેલ છે. એક આરોપીની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથે જ ડીઆઈજી સુદર્શન મંડળનું કહેવું છે કે,આ મામલાની હાલ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલાને શંકાસ્પદ ગણાવતા તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

જાણવા મળ્યું છે કે,આના પહેલા પણ 17 યુવકોએ એક યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. જેમાં પોલીસે તુરંત કાર્યવાહી કરી આરોપીને પકડી જેલમાં મોકલી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *