ગેંગસ્ટર ડોન દેવા ગુર્જર એક જ ઘરમાં 2 પત્નીઓ સાથે રેહતો, ફિલ્મી માફિયા કરતા પણ વિશેષ હતી લાઈફસ્ટાઈલ

ભારતના ઉતરપ્રદેશ જેવા રાજ્યમાંથી ધીરે ધીરે ક્રાઈમ રેટ ઘટતો જાય છે. પણ હજુ દેશના અમુક રાજ્યોમાં અમુક શહેરોમાં હજુ પણ ગેંગસ્ટરો પોતાની ગેંગ બનાવીને ગુનાઓ…

ભારતના ઉતરપ્રદેશ જેવા રાજ્યમાંથી ધીરે ધીરે ક્રાઈમ રેટ ઘટતો જાય છે. પણ હજુ દેશના અમુક રાજ્યોમાં અમુક શહેરોમાં હજુ પણ ગેંગસ્ટરો પોતાની ગેંગ બનાવીને ગુનાઓ આચરવાનું ચુકતા નથી. પોલીસ પણ હાલ એક્શન મોડમાં છે. ગેંગસ્ટરોને હવે પેહલાની જેમ છાવરમાં આવતા નથી. છેલ્લા વર્ષોમાં પોલીસે ઘણા બધા ગેંગસ્ટરોનું એન્કાઉન્ટર કરીને ગેંગવોર મુક્ત વાતાવરણ બનાવ્યું છે.

રાજસ્થાનના જયપુરમાં કોટામાં થયેલા એક ગેંગવોરમાં હિસ્ટ્રીશીટર ડોન દેવા ગુર્જરનું મોત થયું છે. ગેંગસ્ટરનું મોત થતાજ તેના સાથીદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો તથા આસપાસના વિસ્તારોમાં પણ લોક ચર્ચાનો મુદ્દો બન્યો હતો. અને તેનું એક માત્ર કારણ ગેંગસ્ટર ડોન દેવા ગુર્જરની પર્સનલ લાઈફ અને સોશિયલ મીડિયામાં તેની એક્ટિવિઝમને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. કહેવાય છે કે દેવાને સોશિયલ મીડિયાનો ઘણો ક્રેઝ હતો.

ગેંગસ્ટર ડોન દેવા ગુર્જર સોશિયલ મીડિયામાં પણ ખૂબ લોકપ્રિય હતો, તે ઘણીવાર તેના સ્ટંટના વીડિયો પોસ્ટ કરતો હતો. ગેંગસ્ટર ડોન દેવાના સોશિયલ મીડિયા પેજ પર લગભગ 2 મિલિયન ફોલોઅર્સ પણ છે. વીડિયો પોસ્ટ કરવા માટે ગેંગસ્ટર દ્વારા અલગ કેમેરામેન રાખ્યા હતા. તે સોચીઅલ મીડિયામાં ઘણાં બધા વિડિયોઝ અને રીલ્ઝ બનાવીને પણ પોસ્ટ કરતો હતો. તેના ફેન ફોલોવર પણ સોસીયલ મીડિયામાં ઘણા બધા છે.

ગેંગસ્ટર ડોન દેવાએ બે લગ્ન કર્યા હતા.તેની બંને પત્નીઓ એક જ ઘરમાં તેની સાથે રહેતી હતી. જાણીને નવાઈ લાગશે કે કરવાચોથ વ્રતથી લઈને શોપિંગ સુધી તેની બંને પત્નીઓ દરેક કામ સાથે મળીને કરતી હતી.ગેંગસ્ટર ડોન દેવાની એક પત્નીનું નામ કાલી બાઈ અને પત્નીનું નામ બીજી ઈન્દિરા બાઈ હતું. તે સોશિયલ મીડિયા પર પોતાની બંને પત્નીઓ સાથે રિલ્સ બનાવીને શેર કરતો હતો. ગેંગસ્ટર ડોનના અણધાર્યા મોતને કારણે તેની બંને પત્નીઓ પણ શોકગ્રસ્ત છે.

ગેંગસ્ટર ડોન દેવા પાસે પોતાની વ્યક્તિગત 50 લોકોની ટીમ હતી જેના દ્વારા આપણે અંદાજો લગાવી શકીએ કે તેનું નેટવર્ક કેટલું મોટું હશે. ગેંગસ્ટર સામે કોટાના આર.કે. પુરમ પોલીસ સ્ટેશનમાં અનેક કેસ નોંધાયેલા છે. તેના પર લૂંટ, ગેરકાયદેસર ખંડણી અને હુમલો જેવા અનેક આરોપો છે. ચિત્તોડગઢમાં પણ તેમની સામે અનેક કેસ નોંધાયેલા છે. સોશિયલ મીડિયા પર ડોન દેવાના નામથી ઘણા ફેન પેજ પણ છે.

ગેંગસ્ટર ડોન દેવા ભૂતકાળમાં એક નાનો લેબર કોન્ટ્રાક્ટર હતો ધીરે ધીરે તેણે પ્રગતી કરી હતી.
ગેંગસ્ટર ડોનને પોતાની હત્યા થશે એવો અણસાર આગાઉ થી આવી ગયો હતો. થોડા દિવસ અગાઉજ મજુર સપ્લાય કરે છે ત્યાં તેણે મારી નાખવાની ધમકી મળતા તેણે ફોન રેકોડીંગ સાથે પોલીસ ફરિયાદ કરી હતી અને જણાવ્યું હતું કે તેની પાસે 5 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે.

ગેંગસ્ટર ડોન દેવાને તેના પોતાનાજ મિત્રએ દેવા પર હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. એવું કેહવામાં આવી રહ્યું છે કે કોઈ પરસ્પર મતભેદોના લીધે તેની હત્યા કરવામાં આવી હતી. આ આગાઉ પણ ૨૦૧૫માં કોર્ટમાં ઝુબાની આપવા આવેલા યુવક સાથે કોર્ટની સામેજ ગેંગસ્ટર અને તેની ગેંગે યુવકને ઢોર માર મારી બંને પગ તોડી નાખ્યા હતા જેનો વિડીયો પણ સોસીયલ મીડિયામાં ખુબ વાઈરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *