કેવા દિવસો આવી ગયા રામ! સુરતના વરાછા વિસ્તારમાં થઇ કચરાની ડોલની ચોરી -જુઓ CCTV વિડીયો

Published on Trishul News at 2:05 PM, Sat, 17 July 2021

Last modified on July 17th, 2021 at 2:05 PM

સુરત શહેરમાં અવારનવાર ચોરીની ઘટના સામે આવતી હોય છે, જેના વિશે આપણે સૌ કોઈ માધ્યમથી આ વાતની જાણ થતી હશે. ત્યારે હવે સુરતમાં એક અનોખી ચોરીની ઘટના બની છે. જે ઘટના જાણીને તમે પણ બોલી ઉઠશો કે શું આવા ચોર પણ હોય છે. તો ચાલો જાણીએ આ અનોખા ચોર વિશે..

સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક અનોખી ચોરીની ઘટના બની છે. તેને જોતા એવું લાગી રહ્યું છે કે શું આવા પણ ચોર હશે? વરાછા વિસ્તારમાં આવેલ ચોપાટી સામે ક્રિષ્ના કાર મેળા પાસે આ ઘટના બની હતી. આ ઘટના પરથી કહી શકાય કે ચોરે તો ચોરીની તમામ હદો વટાવી દીધી છે.

વરાછાના ચોપાટી સામે રહેલા એક કૃષ્ણ કાર મેળા પાસે એક ચોર ચોરી કરવા આવે છે. ચોર ચોરી કરવા માટે બાઈક લઈને આવે છે. બાઈક પર આવેલો આ ચોર ક્રિષ્ના કાર મેળા પાસે આવીને ઉભો રહે છે. બાઈક પરથી નીચે ઉતર્યા બાદ થોડા સમય સુધી આમ તેમ જુએ છે. મોકાની રાહ જોતો શખ્સ જયારે મોકો મળે છે ત્યારે તે કાર મેળા રહેલી કચરાની ડોલની ચોરી કરવા માટે જાય છે. ખુબ જ મગજ વાપરીને આ શખ્સ કચરાની ડોલની ચોરી કરે છે.

કચરાની ડોલની ચોરી કરીને શખ્સ પોતાની બાઈક પર ડોલ લટકાવીને ત્યાંથી ફરાર થઇ જાય છે. તમે ક્યારેય પણ નહિ વિચાર્યું હોય કે આવા ચોર પણ હોય છે. આ ઘટના વિશેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "કેવા દિવસો આવી ગયા રામ! સુરતના વરાછા વિસ્તારમાં થઇ કચરાની ડોલની ચોરી -જુઓ CCTV વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*