સુરતના વરાછામાં આવેલા ફ્લાઈઓવર બ્રીજ પર ગેસના બાટલા ભરેલા ટેમ્પામાં અચાનક આગ લાગતા…- જુઓ LIVE વિડીયો

સુરત(Surat): સુરત શહેરના વરાછા(Varachha) વિસ્તારમાં આવેલ એક ફ્લાઈઓવર(Flyover) પર ટેમ્પોમાં આગ લાગતા આજુ બાજુના રહેણાંક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે. આ ગેસના બાટલા…

સુરત(Surat): સુરત શહેરના વરાછા(Varachha) વિસ્તારમાં આવેલ એક ફ્લાઈઓવર(Flyover) પર ટેમ્પોમાં આગ લાગતા આજુ બાજુના રહેણાંક વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે. આ ગેસના બાટલા ભરેલા ટેમ્પોમાં આગ(Surat fire) લાગતા આજુ બાજુના વિસ્તારમાં અફરાતફરી મચી હતી અને પુલ પરથી જઈ રહેલા લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.

ગેસના બાટલા ભરેલા ટેમ્પોમાં આગ લાગતાની જાણ ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા તાત્કાલિક જ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર સ્ટેશન(Fire station)ના કર્મચારીઓ દ્વારા ટેમ્પા પર લગાતાર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને અંતે આગ પર કાબુ મેળવવામાં સફળ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર, આ ટેમ્પામાં શોર્ટ શર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં કોઈની પણ જાનહાની થઇ નહોતી. સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવતા મોટી દુર્ઘટના ટળી હતી. આગ લાગવાની જાણકારી પોલીસને મળતાની સાથે ઘટના સ્થળે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. હાલમાં ફાયર વિભાગ દ્વારા ટેમ્પામાં લઇ જવામાં આવતી ગેસની બોટલોને કબ્ઝે કરી લીધી છે.

મહત્વનું છે કે, આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઇ નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે, જો આગ પર સમયસર કાબુ મેળવવામાં ન આવ્યો હોત તો કોઈ મોટી દુર્ઘટના ઘટી શકત. પરંતુ આ લાગેલી આગમાં કોઈ જાનહાની સર્જાઈ નહોતી. જેને લીધે આજુ બાજુમાં રહેતા લોકોએ અને ફાયરના કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *