મોટા સમાચાર: ધંધુકા-ફેદરા રોડ પર ગેસના બાટલા ભરેલો ટ્રક થયો બ્લાસ્ટ- આટલા લોકો બ્લાસ્ટમાં…

Published on: 12:46 pm, Sun, 2 August 20

હાલમાં જ એક ઘટના સામે આવી રહી છે. ધંધુકા-ફેદરા રોડ પર હરીપુરા પાટીયા નજીક ગેસનાં ભરેલ ટ્રકમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટનાં સમયે બાજુમાંથી પસાર થઈ રહેલ કારમાં સવાર કુલ 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108ની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી.

બધાં ઇજાગ્રસ્તોને ધંધુકાની RMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા. ટ્રકમાં બ્લાસ્ટ થતા જ ચારેયબાજુ ધુમાડો  ફેલાઈ ગયો હતો. ત્યારે જ આજુબાજુનાં લોકો તેનો વીડિયો પણ ઉતારવા લાગ્યા હતા.

અકસ્માતને લીધે રોડ પર ભારે ટ્રાફિક જામ પણ થઈ ગયું હતું. ટ્રકમાં બ્લાસ્ટ થયો એ સમયે જ ત્યાંથી ST બસ સહિત બીજાં વાહનો પણ પસાર થઈ રહ્યા હતા. જો,કે તેઓને કોઇપણ જાતનું નુકસાન પહોંચ્યું નથી. જો, કે 1 કાર તથા

તેમા બેઠેલાં કુલ 4 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા હતા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને ટ્રાફિકજામને હળવો કરવાનો પ્રયત્ન પણ શરૂ કર્યો હતો. ત્યારે ઘણાં લોકો તો આ બ્લાસ્ટનો વીડિયો તથા સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા.

બ્લાસ્ટમાં ઇજાગ્રસ્ત થયેલા 4 વ્યક્તિ

તેજશભાઇ રમેશચંદ્ર મોદી કે જેમની ઉંમર 49 વર્ષની છે.

ફાલ્ગુનીબેન તેજશભાઇ કે જેમની ઉંમર 46 વર્ષની છે.

ઝિન્કલબેન તેજશભાઈ કે જેમની ઉંમર માત્ર 25 વર્ષની છે.

કિન્તુલભાઈ તેજશભાઇ કે જેમની ઉંમર માત્ર 21 વર્ષની જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP