અમદાવાદની પાંચ વર્ષીય દીકરીએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું -જુઓ વિડીયો

કળા એ ભગવાનની દેન છે માણસે તો ફક્ત એ કળાને જાણી એને સુંદર રીતે મઠારવાની હોય છે. કળાને કોઈજ બાધ નથી, ના એને ઉંમર નડે…

કળા એ ભગવાનની દેન છે માણસે તો ફક્ત એ કળાને જાણી એને સુંદર રીતે મઠારવાની હોય છે. કળાને કોઈજ બાધ નથી, ના એને ઉંમર નડે છે, ના મઝહબ કે ના તો એને કોઈ ભાષાની જરૂર છે! બસ આંગળીઓના ટેરવે થોડી લાગણી, નિખાલસતા, પ્રેમ, રંગ અને અબોધતા ને રાખીએ અને જે રચના બને એ અદ્ભૂત જ હોય! બસ એવું જ અદ્ભૂત કાર્ય અમદાવાદની ફક્ત પાંચ વર્ષની છોકરી શનાયાએ એના નાના – નાના હાથો વડે સુંદર પેઇન્ટિંગ્સ બનાવી ને કર્યું છે.

એના આ નિખાલસ કાર્યની નોંધ “ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ” એ લીધી છે જે ઇન્ડિયા બુક 2021 માં નોંધાયું છે. ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદમાં યોજાયેલા પેઇન્ટિંગ્સ શૉ ”હાર્ટ શૉ 2020″ માં જાતે બનાવેલી મૌલિક સ્પેકટેક્યુલર પેઇન્ટિંગ્સ સાથે એક્ઝિબિશનમાં ભાગ લીધો હતો. આ શૉમાં અલગ – અલગ 58 સિનિયર કલાકારોએ ભાગ લીધો હતો. જેમાં શનાયા સૌથી નાની પાર્ટીસિપન્ટ હતી. તેમજ શનાયા દ્વારા બનાવવામાં આવેલા બંને ચિત્રો સોલ્ડ આઉટ થઈ ગયા હતા. આ શૉ હથીસિંગ અને કનોરિયા આર્ટ ગેલેરી ખાતે યોજાયો હતો. શનાયા અમદાવાદની આનંદ નિકેતન શિલજ કેમ્પસ સ્કૂલમાં ગ્રેડ કે – ૧ (જુનિયર કે.જી)માં અભ્યાસ કરે છે. શનાયાને આ કળા એમની માતા સપના (ફાઈન આર્ટ્સ પેઇન્ટિંગ્સ ) અને પિતા એડવોકેટ રિદ્ધેશ ત્રિવેદી દ્વારા ગળથુથીમાં જ મળેલ છે.

શનાયાએ નેચરને લગતા પેઇન્ટિંગ્સ બનાવ્યાં છે. એ પોતાના ક્રિએટીવ ઇમેજીનેશનને એક્રેલીક કલર્સ વડે કેનવાસ પર ઉતારે છે. સેલ્ફ ટોટ શનાયા જુદા જુદા રંગો સાથે રમીને પેઇન્ટિંગ્સ તૈયાર કરે છે. જે ખૂબ જ કલરફુલ હોય છે. પાંચ વર્ષની ઉંમરે રંગોને સમજી તેના અલગ અલગ કોમ્બિનેશન બનાવી નેચરને રિપ્રેસન્ટ કરતા કલરફુલ ચિત્રો કેનવાસ પર કંડારે છે. એક પાંચ વર્ષનું બાળક નેચરને સમજે છે અને એ સમજને કઈ રીતે ઉતારે છે એ વાસ્તવિકતા લોકો સામે મુકવાનો પ્રયત્ન કર્યો હતો. શનાયા કોઈજ પેઇન્ટિંગ્સ ક્લાસિસમાં નથી ગઈ. એનો કલર્સ સાથે રમવાનો શોખ તેમજ એની મૌલિક ઇમેજીનેશન એને સુંદર ચિત્રો બનાવવા તરફ પ્રેરે છે. શનાયાએ ‘કોફી વિથ ક્રિએટિવિટી’ ટોક શોમાં એના પેઇન્ટિંગ્સ વિશે ચર્ચા પણ કરી હતી જેની દિગ્ગજ કલકરોએ નોંધ લીધી હતી.

કોરોના મહામારી વચ્ચે આખી માણસજાત આજે ફસાયેલી છે. આ રોગચાળા માંથી પણ બહાર આવી જશે માણસજાત, પણ જો બધા આ 5 પાંચ વર્ષની અમદાવાદની છોકરી શનાયા ત્રિવેદીની જેમ એક ધગશ, એક જુસ્સો રાખશું તો. શનાયા એ આવા વાતાવરણમાં ઘણી બહાર જવાની જીદ નથી કરી! એણે એની જીદને ટેલેન્ટમાં પરિવર્તિત કરી. સતત એના મમ્મીએ ચિત્રો બનવતા તેમજ તેના દાદીને રસોઈ માં કામ કરતા જોઈને શનાયાએ ચિત્રો બનાવાની અને ખાવાનું બનાવાની અને શીખવાની જીદ કરી.

માટે ઘરના દરેક સભ્યોએ શનાયાની આ કળાને પણ ખૂબ પ્રેમથી વધાવી લીધી અને ફેસબુક ઉપર “શનાયા સ્ટેશન” નામનું પેજ શરૂ કર્યું. ત્યાં 7 થી 8 અલગ – અલગ ફૂડ રેસિપી શનાયા દ્વારા શીખવાડવામાં આવી છે. એ ઉપરાંત એણે કોરોના વાઇરસથી બચવા, બોડી હાઈજીન મેઇન્ટેઇન કરવા શું- શું કાળજી લેવી જોઈએ એ પણ માર્ગદર્શન આપ્યું છે. આ ઉપરાંત શનાયાએ સ્પેકટેક્યુલર પેઇન્ટિંગ્સ અંતર્ગત ઇન્ડિયા બુક ઓફ રેકોડ 2021માં પણ બાજી મારી છે.

ટેલેન્ટ ને ઉંમર ની જરૂર નથી.આ કહેવત ને અમદાવાદની પાંચ વર્ષની શનાયાં ત્રિવેદી એ સાર્થક કરી બતાવી છે.પહેલાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ મા સ્થાન અને હવે “Indian Star Independent Award 2020” મેળવી સમગ્ર દેશમાં ગુજરાત અને ખાસ અમદાવાદ નો ડંકો વગાડ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *