ચીન અને પાકિસ્તાનને જનરલ બિપિન રાવતનો આકરો સંદેશ, યુદ્ધને લઈને ભર્યો હુંકાર

ભારતીય સેના પ્રમુખ જનરલ બિનિન સશસ્ત્ર બળોમાં સ્વદેશી ટેક્નિકનો મોટા પાયે ઉપયોગ વધારવાની વકીલાત કરતા રાવતે હુંકાર ભર્યો હતો કે, ભારત આગામી યુદ્ધ દેશમાં જ…

ભારતીય સેના પ્રમુખ જનરલ બિનિન સશસ્ત્ર બળોમાં સ્વદેશી ટેક્નિકનો મોટા પાયે ઉપયોગ વધારવાની વકીલાત કરતા રાવતે હુંકાર ભર્યો હતો કે, ભારત આગામી યુદ્ધ દેશમાં જ વિકસીત હથિયારો સાથે લડશે અને જીતશે પણ. તેમણે એમ પણ કહ્યું હતું કે, આઝાદીના 70 વર્ષ બાદ પણ ભારત દુનિયામાં હથિયારો અને દારૂ-ગોળાનું સૌથી મોટુ આયાતક બની રહે તે બાબત યોગ્ય નથી.

તેમણે કહ્યું હતું કે, જોકે સ્થિતિ હવે બદલાઈ છે. 41માં ડીઆરડીઓ રોકાણ સમ્મેલનને સંબોધિત કરતા જનરલ બિપિન રાવતે કહ્યું હતું કે, હથિયારો અને અન્ય ટેક્નિકનો વિકાસના યુદ્ધોને ધ્યાનમાં રાખી કરવો જોઈએ.


રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)અજીત ડોભાલ અને આર્મી ચીફ જનરલ બિપિન રાવતે મંગળવારના DRDOની 41મી કોન્ફરન્સ દરમિયાન ટેક્નોલોજી અને સુરક્ષા વિશે વાત કરી હતી. અજીત ડોભાલે કહ્યું કે,  દુનિયાના અમુક એવા દેશ રહ્યા છે જેમની પાસે ઉચ્ચ સ્તરની ટેક્નોલોજી હતી. ભારતની આ મામલે સ્થિતિ દુખદ રહી છે. આર્મી ચીફે કહ્યું હતું કે, ભારત આવનારી લડાઈ સ્વદેશી હથિયારો અને ટેક્નોલોજીથી લડશે અને મને ભરોસો છે કે આપણી જીતીશું.

ભવિષ્યના યુદ્ધ હશે અલગ, તૈયારી શરૂ : આર્મી ચીફ

આર્મી ચીફે કહ્યું હતું કે, ભારત આગામી લડાઇ સ્વદેશી હથિયારો અને ઉપકરણોથી લડશે અને ભરોસો છે કે જીત આપણને જ મળશે. DRDO છેલ્લા ઘણા સમયથી એ નિશ્વિત કરવાની કોશિષ કરી રહ્યું છે કે આપણી જરુરિયાતો ઘરેલુ ઉત્પાદનથી પૂરી કરવામાં આવે. અમે ભવિષ્યની લડાઇ માટે હથિયારો જોઇ રહ્યા છીએ. હવે આપણને સાઇબર, લેઝર, ઇલેક્ટ્રોનિક, રોબોટિક અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ જેવી ટેક્નોલોજી પર ધ્યાન દેવું પડશે.

આર્મી ચીફે DRDOના કર્યા વખાણ

સેના પ્રમુખે સ્વદેશી રક્ષા ટેક્નિક વિકસાવવા બદલ DRDOના વખાણ કર્યા હતાં અને કહ્યું હતું કે, તેનાથી ભારતને લાભ થશે. છેલ્લા કેટલાક સમયથી ડીઆરડીઓએ અનેક સફળતાઓ પોતાના નામે કરી છે. DRDOએ વિકાસના ક્ષેત્રમાં અનેક કિર્તિમાન પણ સ્થાપિત કર્યા છે.

હથિયારોના સૌથી મોટા આયાતકાર હોવુ અયોગ્ય

સેના પ્રમુખે જણાવ્યું હ્તું કે, ભારત હથિયારો અને દારૂ-ગોળાના સૌથી મોટા આયાતકારમાનો એક છે. આઝાદીના 70 વર્ષ બાદ પણ આ સ્થિતિ યોગ્ય નથી. આ કોઈ ગૌરવની વાત નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં આ સ્થિતિ બદલાઈ રહી છે. DRDO સેનાની જરૂરિયાતો પુરી કરવા પ્રયાસરત છે. અમને વિશ્વાસ છે કે, ટુંક સમયમાં જ સેનાને લાભ થશે.

અજીત ડોભાલે શું કહ્યું હતું?

ડોભાલે કહ્યું- ટેક્નોલોજીના મામલામાં આપણે હંમેશા ઉપવિજેતા જ રહ્યા છીએ. ઉપવિજેતાઓ માટે કોઇ ઈનામ નથી હોતું. આપણને આપણી રક્ષા સેવાઓ અને ગુપ્તચર એજન્સીઓ સાથે આ મામલે સમીક્ષા કરવી પડશે કે કઇ ચીજો જરુરી છે જે આપણને દુશ્મનો પર લીડ અપાવી દે. અત્યારના સમયમાં કોઇ ક્ષેત્રને પ્રભાવિત કરવા માટે ટેક્નોલોજી અને પૈસા મહત્વના છે. યુદ્ધની સ્થિતિમાં કોઇ પક્ષની જીતનો નિર્ણય પણ આ બે ચીજો કરશે. તેમાં ટેક્નોલોજી વધારે જરુરી છે કારણ કે જ્યાં પણ સેના પાસે વધુ આધુનિક હથિયાર રહ્યા છે તેમણે જ માનવતાના ભવિષ્યનો નિર્ણય કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *