43 વર્ષ પછી રાતોરાત આ શખ્સ બની ગયા 1448 કરોડના માલિક- જાણો એવું તો શું થયું?

કેરળ: એક વ્યક્તિએ 43 વર્ષ પહેલા(Person 43 years ago) 3500 શેર ખરીદ્યા હતા. તે શેરની કીંમત આજે બજારમાં 1448 કરોડ રૂપિયા છે. આ બનાવ કેરળ(Kerala)માં…

કેરળ: એક વ્યક્તિએ 43 વર્ષ પહેલા(Person 43 years ago) 3500 શેર ખરીદ્યા હતા. તે શેરની કીંમત આજે બજારમાં 1448 કરોડ રૂપિયા છે. આ બનાવ કેરળ(Kerala)માં કોચ્ચિ(Kochi)ના બાબુ જ્યોર્જ વાલાવી(Babu George Valavi) સાથે બન્યો છે. તેને 43 વર્ષ પહેલા 3500 શેર ખરીદીની ભૂલી ગયા હતા. જેની કિંમત આજે બજારમાં 1448 કરોડ રૂપિયા થયા છે. પરંતુ હવે કંપની તેમને પૈસા આપવા તૈયાર નથી.

આ મામલાને 74 વર્ષીય બાબુ અને તેમના પરિવારના સભ્યો સેબી પાસે લઈ ગયા હતા. તે દરમિયાન તે સાબિત કરવામાં લાગ્યા છે કે, તેઓ કંપનીના શેરના અસલ માલિક છે અને કંપની તેમને રકમ આપવામાં ના પડી રહી છે. બાબુએ આશા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, સેબી તેમને ન્યાય આપવામાં જરૂરથી મદદ કરશે.

મળતી માહિતી મુજબ, કંપની આ શેરના અનલિસ્ટેડ હતી અને ડિવિડન્ડ આપતી ન હતી. બાબુએ 1978માં મેવાડ ઓઈલ એન્ડ જનરલ મિલ્સ લિમિટેડના 3500 શેર ખરીદયા હતા. તે વખતે તે રાજસ્થાનના ઉદયપુરની એક અનલિસ્ટેડ કંપની હતી. બાબુ 2.8% સ્ટેક હોલ્ડર બની ગયાહતા. કંપનીના સંસ્થાપક ચેરમેન પી.પી.સિંઘલ અને બાબુ બને એકબીજાના મિત્ર હતા. કંપની અનલિસ્ટેડ હતી અને કોઈ ડિવિડન્ડ પણ આપતી નથી. તેથી પરિવાર તેને કરેલા રોકાણને ભૂલી ગયા હતા.

આ રોકાણ તેમને 2015માં યાદ આવ્યું હતું. તેથી તે સમયે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, કંપનીએ નામ બદલી પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ કરી નાખ્યું છે અને તે લિસ્ટેડ કંપની બની ગઈ છે. ત્યારબાદ વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, કંપનીએ તેમના શેર 1989માં કોઈ અન્યને વેચી લીધા હતા. બાબુનો આરોપ છે કે, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝે ગેરકાયદે રીતે ડુપ્લીકેટ શેરનો ઉપયોગ કરીને તેમના શેર કોઈ અન્યને વેચી લીધા હતા. કંપનીએ બાબુના ડોક્યુમેન્ટ ચકાસણી માટે બે મોટા અધિકારીને કેરળ મોકલવામાં આવ્યા હતા. કંપનીએ સ્વીકાર્યું હતું કે, તે અસલી છે પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એટલે હવે મામલો સેબી સુધી પહોંચી ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *