કન્યાને પરણવા માટે એકસાથે 2 વરરાજા લગ્નમંડપમાં પહોંચ્યા અને પછી થયા એવાં ખેલ કે…

Published on Trishul News at 12:48 PM, Sat, 5 June 2021

Last modified on June 5th, 2021 at 12:48 PM

હાલમાં જ એક ચોંકાવનારો કિસ્સો ઉત્તરપ્રદેશથી સામે આવ્યો છે. જ્યાં લગ્ન દરમિયાન દુલ્હનની એક નહિ પરંતુ બે બે જાન આવી પહોચી હતી. એક સમયે તો આ ઘટના જોઇને હાજર લોકો ચોંકી ગયા હતા.

મળતી માહિતી અનુસાર, આ સમગ્ર ઘટના ઉત્તરપ્રદેશના કોતવાલી દેહતના એક ગામની છે. એક દુલ્હન અને બે દુલ્હા આવી પહોચ્યા હતા. જયારે આ ઘટનામાં એક દુલ્હાએ દુલ્હનને વરમાળા પહેરાવી અને તો બીજી બાજુ દુલ્હા સાથે દુલ્હનની વિદાય આપવામાં આવી હતી. જોકે આ સમગ્ર ઘટનાને લઈને એક બબાલ મચી ગઈ હતી. દુલ્હનની વિદાય સમયે ગેરહાજરીથી ગુસ્સે થઈને પહેલા વરરાજા અને તેમના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને જેને લીધે પોલીસે યુવતીના કાકા અને પિતાની અટકાયત કરી છે.

ઉત્તરપ્રદેશના કોતવાલી દેહતના એક ગામમાં એક જાન આવી હતી. આ સમગ્ર જાન થાના અવાગઢ નરૌરા ગામથી આવી પહોચી હતી. જયારે બીજી જાન થાના મીરહચીના જીન્હૈરા ગામથી આવી પહોંચી હતી. જયારે બીજી બાજુ એક દુલ્હન માટે બે દુલ્હાઓની જાન જોઇને ગામલોકો પણ નવાઈ પામ્યા હતા. અને મળતી માહિતી અનુસાર એવું કહેવામાં આવી રહ્યું હતું કે, પ્રથમ જાન જઈને આવનાર દુલ્હાને વરમાળા પહેરાવવામાં આવી હતી અને ત્યારબાદ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જયારે બીજી જાન લઈને પહોચેલા દુલ્હા સાથે દુલ્હનના લગ્ન કરવામાં આવ્યા હતા.

જ્યારે બીજી બાજુ આ સમયે જીન્હેંરાથી જાન લાવનાર દુલ્હો દુલ્હનને લઇને ગયો હતો. દુલ્હાની વિદાયથી ક્રોધિત થયેલા તેમના પરિવારના સભ્યો ઘરને બદલે કોતવાલી પહોંચી ચુક્યા હતા. ત્યાર બાદ આ સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે બાદ પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. ત્યારબાદ પોલીસે યુવતીના કાકા અને પિતાને કસ્ટડીમાં લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "કન્યાને પરણવા માટે એકસાથે 2 વરરાજા લગ્નમંડપમાં પહોંચ્યા અને પછી થયા એવાં ખેલ કે…"

Leave a comment

Your email address will not be published.


*