બેંકના જે કામ હોય તે જલ્દી પતાવી દેજો, આવનારા દિવસોમાં આવશે એકસાથે આટલી રજા- જાણો રજાઓનું લિસ્ટ

Published on: 6:27 pm, Mon, 10 May 21

કોરોનાના વધી રહેલા સંક્રમણને કારણે દેશની તમામ બેંકોના કામકાજ પર ખુબ અસર થઈ છે. ફક્ત લોકડાઉનના સમયમાં બેંકોને શનિવાર, રવિવાર અને કેટલાક તહેવારોની રજા આવે છે. જેથી આગામી 20 દિવસમાં સાત દિવસ માટે બેંકનું તમામ ઓફલાઈન કાર્ય બંધ રહેશે. બેંકના ગ્રાહકોએ પોતાના કામ નેટ બેન્કિંગ દ્વારા કરે તેવી અપીલ આરબીઆઇ દ્વારા કરવામાં આવી છે.

દેશમાં સત્તત ચાર દિવસથી 4 લાખથી વધુ દર્દીઓ કોરોનાગ્રસ્ત થયા છે. રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલ પરીપત્રક મુજબ આગામી અલગ અલગ તારીખે બેંકોનું કામકાજ બંધ રહેશે.

આરબીઆઇ દ્વારા મુકવામાં આવેલ વેબસાઈટ પર પરીપત્રક દ્વારા કહેવામાં આવ્યું છે કે 12 દિવસ બેંક બંધ રહેશે. જેમાં અઠવાડિયાની રજાનો સમાવેશ પણ થઈ જાય છે. જે પૈકી 4 રજા તો થઈ ગઈ છે. ત્યારે હવે 8 રજા બાકી છે. બાકી રહેલા મે મહિનામાં વધુ 8 દિવસ બેંકનું કાર્ય બંધ રહેશે. જેમાં કેટલીક રજા ઠરાવિક રાજ્યની છે.

જેમાં 13 મે 2021ના રોજ રમજાન ઈદ, 14 મે ના રોજ ભગવાન શ્રી પરશુરામ જયંતી અક્ષય તૃતીયા, 16 મે રવિવાર, 22 મે ચોથો શનિવાર, 23 મે રવિવાર, 26 મેના રોજ બૌદ્ધ પૂર્ણિમાં અને 30 મે રવિવારે બેંકનું કાર્ય બંધ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.