પ્રેમ લગ્નનો કરુણ અંત: પત્નીએ શરીરસુખનો ઈનકાર કરતાં નરાધમ બાપે દીકરી પર નજર બગાડી, માં-દીકરીએ મળી કરી હત્યા 

Published on: 6:23 pm, Fri, 24 June 22

ગુજરાત(GUJARAT): હાલ ગાંધીનગર (Gandhinagar)માંથી હત્યા (Murder)નો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગરના કોલવડા(Kolwada) ગામમાં નામચીન જશું પટેલના નાના ભાઈ ઘનશ્યામ પટેલની ગઈકાલે મા દીકરીએ ભેગા મળી કરપીણ હત્યા કરી હતી. આ ઘટનામા પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. પત્ની રિશીતાએ પોલીસ સમક્ષ થિયરી રજૂ કરી છે કે, ગઈકાલે પતિએ દીકરી ઘરમાં હોવા છતાં શરીરસુખની કરવાની જીદ્દ પકડી હતી. જેનો ઈન્કાર કરતાં પતિએ દીકરી પર દાનત બગાડી તેને પકડી લીધી હતી. જેનાં કારણે મા-દીકરીએ હત્યાની આ કરુણ ઘટનાને અંજામ આપ્યો હતો.

7 13 - Trishul News Gujarati Gandhinagar, Kolwada, murder

હત્યામાં દીકરીની ભૂમિકા હોવાનું બહાર આવતાં ચકચાર મચી:
આ ઘટનાની જાણ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. તેમાં પણ ખાસ કરીને કોલવડા ગામનાં ઘનશ્યામ વિષ્ણુભાઈ પટેલની હત્યામા દીકરીની પણ ભૂમિકા હોવાનું બહાર આવતાં હોબાળો મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર, કોલવડાનો ઘનશ્યામ પટેલ વર્ષો પહેલાં ગાંધીનગર જિલ્લા પંચાયત પાસે ગેરેજ ચલાવતો હતો. જેણે મૂળ ખેડા જિલ્લાનાં માતરની વતની રિશીતા સાથે આશરે સત્તર વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા.

ઘનશ્યામ દારૂ પીવાની કુટેવ વાળો હતો:
જાણવા મળ્યું છે કે, ઘનશ્યામ પટેલને શરૂઆતથી પુષ્કળ દારૂ પીવાની ટેવ હતી. તેમજ શંકાશીલ સ્વભાવનો હોવાથી રોજબરોજ ઘર કંકાસ થતો રહેતો હતો. આ દરમિયાન રિશીતાએ દીકરીને જન્મ આપ્યો હતો. જેની હાલમાં 15 વર્ષની ઉંમર છે. અને ધોરણ-9માં અભ્યાસ કરે છે. રોજબરોજનાં ઘર કંકાસ અને મારઝૂડના કારણે રિશીતા દીકરીને લઈને દોઢ વર્ષથી અમદાવાદ ચાંદખેડા તેના પિયર જતી રહી હતી. પરંતુ તે ફરી અઠવાડિયાથી કોલવડા ઘનશ્યામ સાથે રહેવા પોતાની દીકરીને લઈને આવી હતી.

9 7 - Trishul News Gujarati Gandhinagar, Kolwada, murder

ચોંકાવનારી થિયરી રિશીતાએ પોલીસ સમક્ષ રજૂ કરી:
દોઢ વર્ષથી પિયર હતી, પરત ફર્યા પછી પણ ઘનશ્યામનાં સ્વભાવમાં કોઈ ફરક આવ્યો ન હતો. પહેલાની જેમ જ ઘરમાં કંકાસ રહેતો હોવાને કારણે ગઈકાલે મા દીકરીએ ભેગા મળીને ઘનશ્યામને પતાવી દીધો હતો. આ અંગે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ પછી પોલીસે તપાસ શરૂ કરતાં રિશીતાએ કેટલાય ચોંકાવનારા ખુલાસા કર્યા છે.

8 9 - Trishul News Gujarati Gandhinagar, Kolwada, murder

બળજબરીથી રિશીતાનો સેક્સ્યુઅલ એબયુઝ કરતો હતો:
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ઘનશ્યામ શરૂઆતથી જ દારૂ પીવાની ટેવ વાળો હતો. જેનાં કારણે તેનું શરીર અંદરથી ખોખલું થઈ ગયું હતું. દારૂનાં નશામાં તે રિશીતા સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. બળજબરીથી રિશીતાનો સેક્સ્યુઅલ એબયુઝ કરતો રહેતો હતો. જેનાથી રિશીતા કંટાળી ગઈ હતી.

5 21 - Trishul News Gujarati Gandhinagar, Kolwada, murder

ઘનશ્યામ ઘુવડની જેમ આખી રાત જાગ્યા કરતો:
ઘનશ્યામ ખુબ જ શંકાશીલ સ્વભાવ હોવાથી ચારિત્ર્ય પર શંકા કુશંકા કરતો હતો. તેમજ દારૂના નશામાં મા-દીકરી સાથે વારેવારે મારઝૂડ કર્યા કરતો હતો. આથી કંટાળીને દોઢ વર્ષથી અમદાવાદ રહેવા જતાં રહ્યાં હતાં. પરંતુ ઘનશ્યામએ થોડા સમયથી દારૂ પીવાનું બંધ કરી દીધું હોવાનું જાણવા મળતા તે અઠવાડિયાથી પછી આવી હતી. છતાં દારૂની કુટેવની અસર એવી હાવી થઈ ગઈ હતી કે ઘનશ્યામ ઘુવડની જેમ આખી રાત જાગ્યા કરતો હતો અને સ્વભાવ એગ્રેસિવ થઈ ગયો હતો.

6 15 - Trishul News Gujarati Gandhinagar, Kolwada, murder

દીકરીની હાજરીમાં ઘનશ્યામે સંભોગની ઈચ્છા વ્યક્ત કરી હતી:
બુધવારે રાત્રે પણ ઘનશ્યામ આખી રાત જાગ્યો હતો. સવાર પડતાં જ ઘનશ્યામ મા-દીકરીને ગાળાગાળી કરવા લાગ્યો હતો. દીકરી સ્કૂલે ગઈ ન હોવાથી તેને પણ બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જેનાં કારણે કંકાસ થયો હતો. થોડી વાર પછી અચાનક જ ઘનશ્યામે સંભોગની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ દીકરી ઘરમાં હોવાથી રિશીતાએ સંભોગનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી ઘનશ્યામે પોતાની દરેક હદો વટાવી દીધી હતી.

પત્નીએ ઈન્કાર કરતાં દીકરીને પકડી લીધી:
રિશીતાએ સંભોગનો ઈન્કાર કરી તે બહાર વાસણ ઘસવા બેઠી હતી અને ઘરમાં ઘનશ્યામ અને તેની 15 વર્ષની દીકરી એકલા જ હતા. આ દરમિયાન કામ વાસનામાં અંધ બનેલા ઘનશ્યામે સગી દીકરી સાથે શારીરિક અડપલાં શરૂ કરી તેને પકડી લીધી હતી. જેથી દીકરી એ બુમાબુમ કરતાં રિશીતા ઘરમાં દોડી આવી હતી. એ સમયે ઘનશ્યામે દીકરીને પકડી જ રાખી હતી અને ઝપાઝપી થઈ હતી.

ત્યારે સગા બાપની કરતૂતથી હચમચી ઉઠેલી 15 વર્ષની દીકરીએ પેપર કટરનો આગળનો અણીદાર ભાગ ઘનશ્યામનાં ગળામાં મારી દીધો હતો અને રીશીતાએ લોખંડનો દસ્તો માથામાં માર્યો હતો. જેના કારણે ઘનશ્યામનું મોત નીપજ્યું હતું. ઘનશ્યામની હત્યામાં દીકરીના કપડાં ઉપર લોહીના ફુવારા ઉડયા હતા અને ઘનશ્યામ રૂમમાં પડેલી શેટી પર જઈને પડી તરફડિયાં મારીને મોતને ભેટ્યો હતો. હત્યાને અંજામ આપ્યા પછી બંને મા-દીકરી કલાકો સુધી લાશ પાસે બેસી રહ્યા હતા. ત્યારપછી આ ઘટનાની જાણ દરેકને કરવામાં આવી હતી.

4 24 - Trishul News Gujarati Gandhinagar, Kolwada, murder

કટરનાં આગળના અણીદાર ભાગ વાગવાથી ઘનશ્યામનાં ગળાની નસ કપાઈ ગઈ હતી. જેથી પુષ્કળ લોહી વહી ગયું હતું. હાલમાં વધુ તપાસ તપાસ ચાલી રહી છે. આ પ્રકરણમાં બીજા કોઈની સંડોવણી છે કે નહીં તે જાણવા આસપાસના વિસ્તારના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રિશીતાનાં ઘનશ્યામ સાથે પ્રેમ લગ્ન હતા. જે તેના ગોલી નામના પતિ સાથે કોલવડા રહેવા આવેલી. જેનાં પતિનું અવસાન થયા પછી ઘનશ્યામ સાથે આંખો મળી ગઈ હતી અને દીકરીને જન્મ આપ્યો હતો. રિશીતાનાં પરિવારમાં માતા અને ત્રણ બહેન અને એક ભાઈ છે. જેનો ભાઈ નાઈજીરીયા રહે છે. પરંતુ પ્રેમ લગ્નનો આ કરુણ અંત આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.