શરુ ક્રિકેટ મેચમાં આવ્યું ભૂત અને ક્રિકેટર થઇ ગયો આઉટ- વિશ્વાસ ન આવે તો જોઈ લો વિડીયો

કોરોનાની મહામારી બાદ ધીમે ધીમે એક પછી એક ક્રિકેટ મેચનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે હાલમાં જ ઝીમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 રમાઈ રહી છે.…

કોરોનાની મહામારી બાદ ધીમે ધીમે એક પછી એક ક્રિકેટ મેચનું આયોજન થઇ રહ્યું છે. ત્યારે હાલમાં જ ઝીમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચે ટી-20 રમાઈ રહી છે. આ ટી-20માં એક અજીબો ગરીબ ઘટના ઘટી હતી અને તે કેમેરામાં કેદ થઇ હતી. આ ઘટનામાં એવું થયું છે કે, જયારે બેટ્સમેન બેટિંગ કરી રહ્યો હોય છે અને તે જ સમયે એક આશ્વર્યજનક જનક ઘટના ઘટી હતી. જે ઘટનામાં રહસ્યમયી રીતે સ્ટમ્પ પરથી બેલ્સ નીચે પડી જાય છે. જોકે નવાઈની વાત તો એ છે કે, બેટ્સમેન સ્ટમ્પની નજીક નહિ પણ દુર હતો. છતાં આ પ્રકારની ઘટના બનવી ખુબ જ આશ્વર્યજનક ગણી શકાય.

આ રહસ્યમય ઘટના ઘટી ત્યારે 18મી ઓવર ચાલી રહી હતી. બાંગ્લાદેશના બેટ્સમેન મોહમ્મદ સૈફુદ્દીન સ્ટ્રાઇક પર હતા અને સામે બાજુ ઝિમ્બાબ્વેનો બોલર તેંદાઈ ચતરા 18મી ઓવરનો પાંચમો બોલ નાખી રહ્યો હતો. આ દરમિયાન બેટ્સમેન પુલ શોટ મારતા સમયે તેમનો પગ સ્ટમ્પસને અડક્યો હોય તેવું લાગ્યું અને સ્ટમ્પ પર રહેલી બેલ્સ નીચે પડી ગઈ હતી. પરંતુ હકીકતમાં બેટ્સમેન મોહમ્મદ સૈફુદ્દીન બેલ્સ નીચે પડી જવાનો આવાજ સાંભળ્યો હતો અને તેણે પાછળ ફરીને જોયું હતું. તેમ છતાં અમ્પાયર અસમંજસની સ્થિતિમાં મુકાયા હતા કે શું હકીકતમાં બેટ્સમેન હિટ-વિકેટથી આઉટ થયો છે કે નહિ?

ત્યાર બાદ આ ઘટનાની હકીકત જાણવા માટે વિડીઓ ફૂટેજ જોવામાં આવ્યા હતા. જેને જોયા બાદ જાણવા મળ્યું કે, પરિસ્થિતિ કઈંક અલગ જ હતી. વિડીઓ ફૂટેજ દ્વારા રિપ્લે જોતા જાણવા મળ્યું કે આ ઘટના દરમિયાન બાંગ્લાદેશી બેટ્સમેન સૈફુદ્દીન સ્ટમ્પ્સથી થોડો દૂર હતો અને સ્ટમ્પ પરથી નીચે પડેલી બેલ્સ હવાને કારણે નીચે પડી ગઈ હતી.  આ ઘટના તો આશ્વર્યજનકત્યારે બની જયારે બેલ્સ નીચે પડવાની સાથે હવાને કારણે સ્ટમ્પ પણ પોતાની જગ્યાએથી હલી ગયું હતું. હાલમાં આ વિડીઓ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ઝિમ્બાબ્વેએ પહેલા બેટિંગ કરતા 6 વિકેટ ગુમાવીને કુલ 166 રન બનાવ્યા હતા. આ મેચમાં ઝિમ્બાબ્વેએ બાંગ્લાદેશને 143 રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતી અને ગુરુવારના રોજ પ્રથમ મેચની હારનો બદલો લીધો હતો. અમે તમને જણાવી દઈએ કે, ઝિમ્બાબ્વેએ બાંગ્લાદેશ સામેની ત્રણેય સિરીઝમાં આ પ્રથમ મેચ જીતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *