આ છે ગુજરાતના એવા શિવલિંગ જે બાર જ્યોતીર્લીગથી ઓછા નથી- અહિયાં ટચ કરીને કરો દર્શન

ગીરગઢડા – પવિત્ર શ્રવણ માસ શરુ થય ગયેલ છે દરેક શિવાલય માં “ઓમ નમઃ શિવાય” નો નાદ સંભળાય છે. ત્યારે જાણે ધરતી પણ શિવમય બની…

ગીરગઢડા – પવિત્ર શ્રવણ માસ શરુ થય ગયેલ છે દરેક શિવાલય માં “ઓમ નમઃ શિવાય” નો નાદ સંભળાય છે. ત્યારે જાણે ધરતી પણ શિવમય બની હોઈ તેવું લાગે છે. ત્યારે ગીરગઢડા  તાલુકા ના વર્ષો પુરાણા મંદિરોના દર્શન અવિસ્મરણીય છે. વિદેશની ધરતીને પણ ટક્કર મારે તેવા આ સ્થળો માં હાલ પ્રકૃતિ પણ મન મૂકી ને ખીલી છે. શાંતિ સાથે આંનદ ની અનુભૂતિ કરાવતા આ સ્થળો પર શ્રાવણ માસ ચાલતો હોઈ શ્રાવણી ભક્તિ સાથે  માત્ર દર્શન જ અર્થે જ આ મંદિર ખુલા રાખવામાં આવ્યા છે, સરકારી ગાઈડ લાઈન સાથે માસ્ક પહેરીને મંદિર અંદર પ્રવેશ આપવામાં આવશે ત્યારે નજર કરીએ આ શિવાલયો પર.

૧. માત્ર શ્રાવણ માસ માં જ દર્શન દેતા પાતાળેશ્વર મહાદેવ
બાબરિયા જંગલ માં બિરાજમાન પાતાળેશ્વર મહાદેવ ના દર્શન જીવન માં એકવાર કરવા જેવા છે, પ્રકુતિ શોળે કળા એ ખીલી છે અને જંગલ ની ર મધ્યે બિરાજતા મહાદેવ  નું દેવાલય માત્ર શ્રાવણ માસ માં જ ખુલે છે, અહી વનવિભાગની પરમીશન લઇ અંદર પ્રવેશ આપવામાં આવે છે ત્યારે એક વાર દર્શન કરવા જીવન નો લાહવો છે. આ મંદિર માત્ર દર્શનાથે જ ખોલવામાં આવ્યું છે.

૨. અવિરત શિવજી પર સ્વયંભુ જલધારા વહે છે એવા – દ્રોણેશ્વર મહાદેવ.
ગીરગઢડા થી ૪ કિલોમીટર દુર અતી પોરાણિક સ્થળ એટલે દ્રોણેશ્વર મહાદેવ, જ્યાં સ્વયંભુશિવલિંગ ઉપર જળની જળધારા થાય છે. ગમે એવા ઉનાળા માં પણ આ જળ નો પ્રવાહ બંધ નથી થતો આસપાસ ના લોકો નું માનવું છે કે આ મહાદેવ નો સ્વયમ આ ધરા પર નો ચમત્કાર જ છે.

૩. અમરનાથ જેવી ગુફા માં બિરાજતા ને પાણી ના બુંદ થી જ્યાં શિવલિંગ ત્યાર થાય છે એવા ટપકેશ્વર મહાદેવ
ગીરગઢડા થી માત્ર ૫ કિલોમીટર એ’ બિરાજમાન સાક્ષાત અમરનાથ મહાદેવ જેવી પ્રતીકુતી થાય તેવા ટપકેશ્વર મહાદેવ ગુફા માં બિરાજમાન છે ત્યા ભેખડો ના  પત્ત્થર ના બુંદ થી આ શિવલિંગ તૈયાર થાય છે આ સ્થળ ની મુલાકાત માટે ૨ કીલોમીટર જેટલું ચાલીને જવું પડે છે, પ્રકૃતિની મધ્યે બિરાજતા આ મહાદેવ ના દર્શન શાંતિ ને આનદ આપનારા છે.

૪. જામવાળા – જંમજીર ના ધોધ નજીક બિરાજતા – સાત મહાદેવ.
જામવાળા – જંમજીર નો ધોધ સૌરાષ્ટ્ર નો આટલો મોટો ધોધ જાણે પહેલો ધોધ હશે ત્યાં થી માત્ર ૨ કીલોમીટર જ દુર સાથ મહાદેવ બિરાજમાન છે આ ખુબ જ મહાદેવ નું પોરાણિક મંદિર છે ત્યા ખડખડ વહેતીનદીઓ વચ્ચે  સાત શિવલિંગ સરૂપે મહાદેવ બિરાજમાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *