આ મીઠુડી દીકરી એવું તો શું બોલી કે, PM મોદી પણ કરવા લાગ્યા ભરપેટ વખાણ- જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો ભાજપ(BJP) માટે મત માંગતી બાળકીની કવિતા સાંભળી PM મોદી(PM Narendra Modi) ખડખડાટ હસી પડ્યા હતા. આ બાળકી બીજું કોઈ…

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો ભાજપ(BJP) માટે મત માંગતી બાળકીની કવિતા સાંભળી PM મોદી(PM Narendra Modi) ખડખડાટ હસી પડ્યા હતા. આ બાળકી બીજું કોઈ નહિ પણ રાજ્ય સરકારના મંત્રી કિરિટસિંહ રાણાની ભાણીબા આધ્યા હતી. બાળકી આધ્યાએ એટલી ચતુરતાથી PM મોદી સામે કવિતા રજૂ કરી કે તેઓએ આધ્યાના બે મોઢે વખાણ કર્યા હતા. તો બીજી બાજુ, બાળકી આધ્યાનો આ વિડીયો(Video) સોશિયલ મીડિયા(Social media) પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

ભાજપ માટે મત માંગતી બાળકી આધ્યાએ PM મોદીએ કવિતા સંભળાવી હતી. ગઈકાલે સુરેન્દ્રનગરમાં PM મોદીની જનસભા યોજાઈ હતી, જેમાં આધ્યાએ PM મોદીને કવિતા સંભળાવી હતી. આ બાળકી દ્વારા ભાજપને મત કેમ આપવો તે અંગે પોતાની કવિતામાં વર્ણન કરવામાં આવ્યું હતું. ત્યારે PM મોદીએ તેની કવિતા સાંભળીને ખુશ થઈ ગયા હતા, એટલુ જ નહિ પણ તેઓ ખડખડાટ હસી પડ્યા હતા. તેમણે ખુશ થઈને બાળકી આધ્યાને ઓટોગ્રાફ પણ આપ્યો હતો. જણાવી દઈએ કે, આધ્યાબા રાજ્ય સરકારના મંત્રી કિરીટ સિંહ રાણાના ભાણીબા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

અત્રે ઉલ્લેખનીય છે કે, બાળકીએ આધ્યાએ PM મોદીની સામે ભાજપના ગુણગાન ગાતી એક કવિતા રજૂ કરી હતી. ને મળીને કહ્યું કે, ‘ભાજપ… ભાજપ… ભાજપ… આજે દરેક વાતની શરૂઆત થાય છે ભાજપથી, આજે દરેક ચર્ચાનો અંત થાય છે ભાજપથી.. ભાજપને ઝૂકાવવા જાત જાતની રમતો રમાય છે, આ વિકાના પંથે ચાલતી ભાજપને કોઇ નહીં ઝૂકાવી શકે.

વધુમાં કહ્યું હતું કે,  કર્ફ્યૂને ભૂતકાળ કોણ બનાવે ભાજપ, 370ની કલમ કોણ હટાવે ભાજપ, નર્મદાને નળ સુધી કોણ પહોંચાડે ભાજપ, આયોધ્યામાં રામ મંદિર કોણ બનાવે ભાજપ, સ્ટેચ્યૂ ઓફ યુનિટિની ઊંચાઇ અને પાવાગઢમાં 500 વર્ષે ધજા કોણ ફરકાવે ભાજપ, કોરોનામાં 200 કરોડ ફ્રી વેક્સિન કોણ અપાવે ભાજપ, સમગ્ર ગુજરાતનો એક જ નારો અમને તો ગમશે જ ભાજપ, ફરી આવશે જ ભાજપ…’ આ પ્રકારની ભાજપના ગુણગાન ગાતી એક કવિતા રજૂ કરી હતી.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *