લગ્ન માટે યુવતીએ કરાવ્યો મેકઅપ, મેકઅપ ધોતાની સાથે ચહેરાની થઇ આવી હાલત…

લગ્ન પ્રસંગમાં મેકઅપ કરાવતા હોય તો સાવધાન થઇ જજો. કારણ કે, મેકઅપથી તમારી ચામડી પણ ઉતરી શકે છે અને તમારે હોસ્પિટલમાં સારવાર લેવાની પણ ફરજ…

લગ્ન પ્રસંગમાં મેકઅપ કરાવતા હોય તો સાવધાન થઇ જજો. કારણ કે, મેકઅપથી તમારી ચામડી પણ ઉતરી શકે છે અને તમારે હોસ્પિટલમાં સારવાર લેવાની પણ ફરજ પડી શકે છે. આવો કિસ્સો સુરતના કોસંબામાં સામે આવ્યો છે.

એક રીપોર્ટ અનુસાર બે બહેનો તેની પિતરાઈ બહેનના લગ્નમાં કોસંબા આવી આવી હતી. બંને બહેનોને 26મી મેના રોજ તૈયાર કરવા માટે સુરતથી એક મહિલા બ્યુટીશિયન આવી હતી. તે મહિલા મેકઅપ કરીને પરત ચાલી ગઈ હતી. ત્યારબાદ રીવાજ અનુસાર નાની બહેન દુલ્હનની અણવરી બનીને દુલ્હન સાથે તેના સાસરીયે ગઈ હતી. સાસરીયે જઈને સગીરાએ મેકઅપ સાફ કર્યો ત્યારે મેકઅપની સાથે સગીરાની હાથ અને મોની ચામડી પણ ઉતરી ગઈ હતી. જેના કારણે તેને તાત્કાલિક સુરતની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. સગીરાની મોની ચામડી ઉતારી ગઈ હતી. જેના કારણે તેનું મો સોજી ગયું હતુ અને તે બોલી પણ શકતી ન હતી.

આ ઘટનાની જાણ થતા સગીરાના પરિવારજનો સુરત દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઇને પરિવારજનોએ મેકઅપ કરવા આવેલી બ્યુટીશિયન મહિલા પર શંકા વ્યક્તિ કરી હતી. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શંકા કરવાનું કારણ એ હતું કે, બ્યુટીશિયન સાથે સગીરાની માતાની નણંદે ફોન પર બોલાચાલી કરી હતી અને ફરીથી આવીને નાની દીકરીનો મેકઅપ કરી જશે તો જ પૈસા આપશે તેવુ જણાવ્યું હતુ. જેના કારણે બ્યુટીશિયન મહિલા આવી અને ગુસ્સામાં મેકઅપ કરીને જતી રહી હતી.

આ ઘટનામાં ભોગ બનનાર સગીરા બોલી ન શકવાના તેને લખીને પોલીસને જણાવ્યું હતુ કે, મારો મેકઅપ કરવા આવેલા બહેનને છોડશો નહીં. આ બહેને મને કાળી કરી દીધી છે. તમે આ બહેનને મારજો અને મને પણ સાથે લઇ જજો.

સમગ્ર ઘટનાને લઇને પોલીસે ડોકટર પાસે અભિપ્રાય માંગ્યા છે કે, બ્યુટીશિયન દ્વારા આ જાણી જોઈને કરવામાં આવ્યું છે કે, મેકઅપનું રીયેક્શન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *