યુવકના લગ્નમાં આવી પહોચી પૂર્વ પ્રેમિકા, પછી તો ચપ્પલ લઈને પાછળ દોડી અને…- જુઓ વિડીયો

Published on Trishul News at 12:29 PM, Tue, 26 April 2022

Last modified on April 26th, 2022 at 12:29 PM

વાયરલ(Viral): યુવક વરરાજો બન્યો હતો અને જાન નીકળી રહી હતી અને લોકો નાચી રહ્યા હતા. આ દરમિયાન એક છોકરી આવી અને બગી પર ચઢીને વરરાજાને ચપ્પલ મારવા લાગી. વરરાજો પોતાને બચાવવા માટે લીધો બગીમાંથી કૂદી ગયો. છોકરી ચપ્પલ લઈને વરરાજાની પાછળ દોડી હતી અને વરરાજો જીવ બચાવવા બાઇક લઈને ભાગી ગયો હતો. આ પછી યુવતીએ જાનૈયાઓ સાથે અથડામણ કરી અને ઘણી મારામારી થઇ હતી. આ ઘટનાનો વિડીયો વાયરલ(Viral video) થઈ રહ્યો છે.

આ મામલો યુપીના અમરોહાનો છે. ખરેખર, આ છોકરી વરરાજાની ગર્લફ્રેન્ડ છે અને વરરાજો આ છોકરીનો પ્રેમી છે. પ્રેમીએ તેની પ્રેમિકા સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તે પછી પણ તે અન્ય જગ્યાએ લગ્ન કરી રહ્યો હતો. આ વાતની જાણ ગર્લફ્રેન્ડને થઈ અને તે જાન દરમિયાન સ્થળ પર પહોંચી અને હંગામો મચાવ્યો. પ્રેમિકાએ વરરાજાને દોડાવ્યો. ગર્લફ્રેન્ડે વરરાજાને ચપ્પલ સાથે દોડાવ્યો. બચવા માટે વરરાજો પણ બાઇક લઈને ભાગી ગયો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે, સંભલ જિલ્લામાંથી અક્ષય કુમારની લગ્નની જાન અમરોહાના આ ગામમાં પહોંચી હતી. વરરાજાની પ્રેમિકા જાન દરમિયાન જ પહોંચી હતી અને દાવો કર્યો કે આ છોકરાની સગાઈ થઈ ગઈ છે. અને હવે તે દગો કરીને લગ્ન કરી રહ્યો છે અને તે પછી લગ્ન અટકી ગયા હતા. પોલીસે કહ્યું કે, શાંતિ ભંગ કરવા બદલ વરરાજા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ ઘટનાથી દુલ્હન પક્ષ ચોંકી ગયો હતો. પ્રેમિકા અને વરરાજા વચ્ચે બનેલી આ ઘટના વચ્ચે દુલ્હન બનીને બેઠેલી યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આ પછી મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. વાતચીત પછી, વરરાજાએ પક્ષે દહેજ અને અન્ય વસ્તુઓ કન્યા પક્ષને પરત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "યુવકના લગ્નમાં આવી પહોચી પૂર્વ પ્રેમિકા, પછી તો ચપ્પલ લઈને પાછળ દોડી અને…- જુઓ વિડીયો"

Leave a comment

Your email address will not be published.


*