બોયફ્રેન્ડને હાથકડીએ બાંધી, પરાણે વાયગ્રા ખવડાવી વારંવાર કરતી આવું કામ…!

Published on Trishul News at 4:39 PM, Tue, 30 July 2019

Last modified on July 30th, 2019 at 4:39 PM

સામાન્ય રીતે દુનિયાભરમાં મહિલા પર પુરૂષ દ્વારા અત્યાચાર અને બળજબરીથી શારીરિક શોષણ કરવામાં આવતુ હોવાની ઘટના ઘટતી હોય છે. પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ પુરૂષ પર એવી શારીરિક યાતના ગુજારી કે ભલભલાના રૂંવાડા ખડા થઈ જાય.

એક મહિલા પુરૂષ પાસે વારંવાર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતી હતી. સાથો સાથ તે ધીમે ધીમે પુરૂષ સાથે હિંસા પર પણ ઉતરી આવી. શરૂઆતમાં તે મહિલા પોતાને જ નુંકશાન પહોંચાડતી. પુરૂષ તેને ડૉક્ટર પાસે પણ લઈ ગયો હતો. પરંતુ છ મહિનાની અંદર જ તે પુરૂષ સાથે જ મારપીટ કરવા લાગી હતી. આ બાબતનો ખુલાસો એક જાણીતી સમાચાર ચેનલમાં કરવામાં આવ્યો હતો.

પીડિત પુરૂષના જણાવ્યા પ્રમાણે તેની પાર્ટનર કામ કરીને તેની પાસે આવતી હતી અને આવીને સીધી જ શારીરિક સંબંધની જ માંગણી કરતી હતી. આ દરમિયાન તે હિંસક બની જતી હતી. પીડિત પુરૂષના જણાવ્યા પ્રમાણે, એક રાતે તો જ્યારે હું ઉંઘમાંથી ઉઠ્યો તો મારા હાથમાં હાથકડી હતી. તે દરમિયાન જ ગર્લફ્રેન્ડ તેના પર સ્પિકર વડે હુમલો કરવા લાગી. જ્યારે તે પ્રેગ્નેન્ટ બની તે દરમિયાન થોડા દિવસ મારી સાથે કોઈ જ હિંસા ના થઈ. પરંતુ ફરી એકવાર રાત્રે તેને હાથકડી લગાવી બાંધી દેવામાં આવ્યો હતો.

પીડિત યુવકે વધુમાં ઉમેર્યું હતું કે, તેને બળજબરીપૂર્વક વાયગ્રા ખવારવામાં આવી. આ સમયે તે પોતાના બચાવમાં કંઈ જ કરી શકે તેમ નહોતો. પરંતુ બાદમાં તેણે પોતાન મિત્રોને આ બાબતે જાણ કરી હતી. મિત્રો દ્વારા તેને સામે સવાલ કર્યો હતો કે તે ઘર કેમ ના છોડી દીધું? તે સામે તારી ગર્લફ્રેન્ડને કેમ ના મારી? આ સવાલે તેને વધારે હેરાન પરેશાન કરી મુક્યો.

પીડિત બોયફ્રેન્ડનું કહેવું છે કે, તે તેના પોતાનું મકાન હતું જે તેણે પોતાના બાળકો માટે ખરીદ્યું હતું. તે આ રિલેશનસિપમાં ફસાયેલો હોવાનું અનુંભવી રહ્યો હતો.

સિઓભન વીનરના એક અહેવાલમાં આ કેસ સહિતના અનેક કેસનું અધ્યયન કરી તારણ કાઢવામાં આવ્યું હતું કે, પુરૂષો હંમેશા મહિલા કરતા વધારે મહબુત હોવાની વાત ખોટી ઠરી છે.

Be the first to comment on "બોયફ્રેન્ડને હાથકડીએ બાંધી, પરાણે વાયગ્રા ખવડાવી વારંવાર કરતી આવું કામ…!"

Leave a comment

Your email address will not be published.


*