અરે બાપ રે… પોતાની જ પ્રેમિકાને કારની ઉપર હથકડી અને દોરડાથી બાંધીને ફેરવી આખા શહેરમાં- જુઓ વિડીઓ

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે…

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને ખડખડાટ હસી પડશો.

ત્યારે હાલમાં જ એક વિડીઓ ખુબ જ વાયરલ થીં રહ્યો છે જેમાં એક સોશિયલ મીડિયા ઈંફ્યુલેંસરે એવો ખતરનાક કાંડ કર્યો છે, જેને કારણે ઈન્ટરનેટ પર તેનો વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં જોઈએ તો, એક શખ્સે પોતાની ગર્લફ્રેન્ડને કારની ઉપર હથકડી અને દોરડા વડે બાંધીને આખા શહેરમાં ફેરવી હતી. એટલુ જ નહીં આ દરમિયાન યુવકે પોતાનો એક હાથ યુવતી ના હાથ સાથે બાંધીને રાખ્યો હતો. આ ઈંફ્યુલેંસરનું નામ Sergey Kosenko છે. જે ઈંસ્ટાગ્રામ પર પોતાના કેટલાય રસપ્રદ વીડિયો માટે પ્રખ્યાત છે.

 

View this post on Instagram

 

A post shared by Sergey Kosenko (@sergey_kosenko)

વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક શખ્સ રશિયાની રાજધાની મોસ્કોમાં લક્ઝૂરી Bentley મોટરકાર ચલાવી રહ્યો છે. જેની પર તેને દોરડા અને હથકડીથી પોતાની ગર્લ ફ્રેન્ડની બાંધી રાખી છે. હકીકતમાં જોવા જઈએ તો, બંને પ્રેમીઓ એક બીજા પર કેટલો વિશ્વાસ છે તે જોવા માંગતા હતા. આ વિડીઓને અત્યાર સુધીમાં 79 હજારથી વધુ લોકો જોઈ ચુક્યા છે.

ભલે લોકો આ વિડીઓને જોઇને ઈમ્પ્રેસ થઇ ગયા હોય પરંતુ કહેવામાં આવે છે કે, આ કાંડ કર્યા બાદ તેમને અંદાજે 800 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જોવા જઈએ તો આ વિડીઓને લઈને સોશિયલ મીડિયામાં ભારે ટીકા થઇ રહી છે. સાથે ભારે ટીકા થવાને કારણે તેમણે લોકો સમક્ષ માફી પણ માંગી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *