ગીતાબેન રબારીએ “વસંતોત્સવ”માં પોતાના કંઠ ના કામણ પાથર્યા ,દર્શકો ને મંત્રમુગ્ધ કર્યા

Published on Trishul News at 3:11 PM, Mon, 2 March 2020

Last modified on March 2nd, 2020 at 3:11 PM

ગત રાત્રીએ ગાંધીનગરમાં ચાલી રહેલા ૨૫ માં વસંતોત્સવમાં કચ્છી કોયલ ગીતાબેન રબારીનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં હજારો લોકોએ ગીતાબેન રબારીના સૂરમાં રેલાયા.  ગાંધીનગરમાં ચાલી રહેલા ૨૫ માં વસંતોત્સવનું તારીખ ૨૫-૦૨-૨૦૨૦ના રોજ સાંજે ૭.૦૦ કલાકે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સરિતા ઉદ્યાન ખાતે ઉદ્ધાટન કર્યું હતું. આ વર્ષ વસંતોત્સવનું રજત જયંતિ વર્ષ હોય તેની ભવ્ય ઉજવણી તા.૨૫-૦૨-૨૦૨૦ થી તા.૦૫-૦૩-૨૦૨૦ દરમ્યાન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં FREE Entry રાખવામાં આવેલ છે.

આ વર્ષે વસંતોત્સવ – ૨૦૨૦ દરમ્યાન સરિતા ઉદ્યાન ખાતે પણ વિશાળ મંચ પર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે. જેમાં ૧૦ રાજ્યો તથા ગુજરાતના લોકપ્રિય કલાકારો દ્વારા સંગીત, નૃત્ય, અને પારંપરિક વાદ્યોની પ્રસ્‍તુતિ કરવામાં આવશે. ગુજરાતના ખ્યાતનામ કલાકારો દરરોજ સરિતા ઉદ્યાન ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે.

હાલમાં Geeta Ben Rabari ગીતાબેન રબારીનું Diva Ni Divete (દીવા ની દીવેટે) ગીત યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. ગિતાબેન રબારી ની નામના તેમના સુરની જેમ ખુબ ઉંચી જઈ રહી છે. દેશ વિદેશમાં રોજ ગુજરાતી સાહિત્યને ગૌરવ અપાવવાનું કામ કરતા ગીતાબેન ને લાખ લાખ શુભ કામનાઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "ગીતાબેન રબારીએ “વસંતોત્સવ”માં પોતાના કંઠ ના કામણ પાથર્યા ,દર્શકો ને મંત્રમુગ્ધ કર્યા"

Leave a comment

Your email address will not be published.


*