મોટી જાહેરાત: કોરોનાથી મોત થાય તો દર્દીના પરિવારને મળશે 4 લાખ રૂપિયા- જાણો કોણે કરી?

સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસ દ્વારા દેશમાં ઘણા બધા લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. જેના કારણે તેનો પરિવાર ખુબ જ ચિંતિત જોવા મળી રહ્યો…

સમગ્ર દેશમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસ દ્વારા દેશમાં ઘણા બધા લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે. જેના કારણે તેનો પરિવાર ખુબ જ ચિંતિત જોવા મળી રહ્યો છે. આ દરમ્યાન, બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ખુબ જ સુંદર નિર્ણય કર્યો છે. બિહાર રાજ્યમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને પ્રત્યેકને ચાર લાખ રૂપિયા રકમની જાહેરાત કરી છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે મૃત્યુની સંખ્યા 11 છે. કોરોના વાયરસના 117 નવા કેસોના આગમન સાથે, રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 2,503 થઈ ગઈ છે, જેમાંથી 200 કેસ એકલા રાજધાની પટનામાં છે.

જનહીતનું વિચારતાં નિતીશ કુમારે રાહત ભંડોળમાંથી અગાઉ એક મૃતકના પરિવારને 4 લાખની સહાય આપી ચૂક્યા છે. જ્યારે 12 મૃતકના પરિવારને રકમ ચૂકવવા જાણ કરી દીધી છે. ગુજરાત, મહારાષ્ટ્ર કે કર્ણાટક જેવા સમૃદ્ધ રાજ્ય સરકારે હજુ સુધી કોઈ રાજ્યે આવો નિર્ણય લીધો નથી.

બિહાર આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે નોંધાયેલા 117 નવા કેસમાંથી સૌથી વધુ 38 કેસ કટિહારમાં નોંધાયા છે. આ ઉપરાંત બાંકા અને રોહતાસમાં 11, બેગુસરાયમાં 9 અને પૂર્ણિયામાં 7 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સામે આવેલા 2,511 કોરોનાના દર્દીઓમાંથી 1,796 સારવાર હેઠળ છે જ્યારે 702 ચેપ મુક્ત બન્યા છે. તે જ સમયે, 11 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

મળતી માહિતી અનુસાર, બિહાર આરોગ્ય વિભાગના સચિવે કહ્યું કે, 3 મેથી, અન્ય રાજ્યોથી પરત આવેલા 1,599 સ્થળાંતર મજૂરોને કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, 1,599 ચેપગ્રસ્ત પરપ્રાંતિય મજૂરોમાંથી 392 દિલ્હીથી પરત ફર્યા છે જ્યારે 362 દર્દીઓ મહારાષ્ટ્રથી, 266 ગુજરાતમાંથી અને 128 હરિયાણાથી પરત ફર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *