ભાવ ઘટે તેવી આશા છોડી દો, આ જગ્યાએ ડુંગળી પહોચી 200 એ

ડૂંગળીના વધ્યા તે હવે ઘટવાનું નામ જ લેતા નથી. ભાવમાં સતત વધારો થતા ગૃહિણીઓને અગાઉ કરતાં વધુ પૈસા આપવા પડે છે. આજે તામિલનાડૂના મદુરાઇ અને…

ડૂંગળીના વધ્યા તે હવે ઘટવાનું નામ જ લેતા નથી. ભાવમાં સતત વધારો થતા ગૃહિણીઓને અગાઉ કરતાં વધુ પૈસા આપવા પડે છે. આજે તામિલનાડૂના મદુરાઇ અને કર્ણાટકના બેંગલુરૂમાં ડૂંગળીનો કિલોનો ભાવ રૂપિયા 200 પહોંચ્યો હતો. કર્ણાટક રાજ્યના એક અધિકારીએ કહ્યું હતું કે બજારમાં ડૂંગળીનો ઓછો જથ્થો પહોંચતા ભાવ આસમાને પોહચી  રહ્યા હતા.

જથ્થાબંધ ભાવ કિલોએ 5500થી લઇ 14000 રૂપિયા રહ્યો હતો. શહેરમાં છુટક ભાવ કિલો દીઠ રૂપિયા 200 થયો હતો. આમ સામાન્ય ગૃહિણીઓથી લઇ પૈસાપાત્ર તમામના ઘરોના રસોડાની રાણીએ આજે સૌ મહિલાઓને ખરેખર રડાવી હતી. ડૂંગળીના વધતા જતાં ભાવના કારણે હવે ઘરની રસોઇમાંથી ડૂંગળી ગાયબ થઇ ગઇ છે.

દુકાનદારો પણ હવે ડૂંગળીને બદલે કોબી આપી રહ્યા છે. એક અિધકારીએ કહ્યું હતું કે આગામી જાન્યુઆરી સુધી ડૂંગળીના ભાવમાં ઘટાડો થવાની કોઇ જ શક્યતા દેખાઈ રહી નથી.કેન્દ્ર સરકારે તુર્કીમાંથી ડૂંગળીની આયાત તો કરી છે, પરંતુ જાન્યુઆરી પહેંલા તે જથ્થો આવશે નહીં.એક અંદાજ અનુસાર, આખા દેશમાં આશરે 150 મેટ્રિક ટન ડૂંગળીની જરૂર પડે છે. કર્ણાટકમાં 20.19 લાખ મેટ્રિક ટન ડૂંગળીનું ઉત્પાદન થયું હતું. પરંતુ ઊભા પાકને નુકસાન થતાં લગભગ પચાસ ટકા ડૂંગળી ખરાબ થઇ ગઇ હતી. પરિણામે આખા દેશમાં ડૂંગળીની અછત વર્તાઇ હતી.

લો બોલો ડુંગળી બાદ લોકો લસણ પણ ચોરવા લાગ્યા

ડૂંગળી અને લસણના ભાવમાં ખૂબ વધારો થતાં હવે રસોડાની રાણી તેમજ લસણ પણ સલામત રહ્યા નથી. ચોર લોકોએ  હવે રોકડ રકમને બદલે ખાદ્ય પધાર્થોની ચોરી કરવાની શરૂઆત કરી હતી. બિહાર રાજ્યના કૈમુર જિલ્લાના કુદરા પોલીસ સ્ટેશન હેઠળના એક સ્ટોરમાંથી ચોરો લસણના 64 થેલા ઉપાડી ગયા હતા. ચોરોએ 1920 કિલો લસણની ચોરી કરતાં જિલ્લામાં હોબાળો થયો હતો. નવાઇ વાત તો એ હતી કે ચોરો લસણની ચોરી કરવા ત્રણ ચોર કાર લઈ ને આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *