જમાઈને અમેરિકા મોકલવા ૧૪ લાખ આપ્યા છતાં, સાસરિયાએ દીકરીને તરછોડી દીધી

આજના આ મોર્ડન યુગમાં હજુ પણ ઘણા બધા લોકો જૂની વિચારધારાઓ ધરાવે છે. લોકો હજુ પણ દહેજ (dowry)ના કારણે દીકરીઓને હેરાન કરતા હોય છે. ત્યારે…

આજના આ મોર્ડન યુગમાં હજુ પણ ઘણા બધા લોકો જૂની વિચારધારાઓ ધરાવે છે. લોકો હજુ પણ દહેજ (dowry)ના કારણે દીકરીઓને હેરાન કરતા હોય છે. ત્યારે હાલ આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વિસનગર(Visanagar) તાલુકાના એક ગામની અને હાલ વિસનગર શહેરમાં રહેતી પરિણીતાને સાસરિયા દ્વારા પતિને અમેરિકા(America) જવા માટે 14 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. આમ છતાં પણ પરિણીતાના સાસરિયાવાળા બીજા દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. આ સિવાય ઘરમાંથી પણ કાઢી મુકીહતી. જેને પગલે પરિણીતાએ પતિ, સાસુ, સસરા અને નણંદ સામે વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અમેરિકા જવા માટે 14 લાખ મેળવી તેમજ બીજા દહેજની માંગણી કરી:
મળતી માહિતી અનુસાર, 16 એપ્રિલ 2016ના રોજ વિસનગર તાલુકાના એક ગામની દીકરીના લગ્ન વિજાપુર તાલુકાના માલોસણ પટેલ પવનકુમાર વિષ્ણુભાઈ સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન પરિણીતા પ્રેગનેન્ટ થતાં કામકાજ કરવામાં તકલીફ પડતાં પતિ, સાસુ અને સસરા મહેણાં-ટોણા મારતા હતા કે કાંઈ કામકાજ ન થતું હોય તો તારા બાપાના ઘરે જતી રહેજે. જેના કારણે પરિણીતા તેના પપ્પાના ઘરે આવી ગઈ હતી.

​​​​​​​આ પછી 6 મે 2017ના રોજ પરિણીતાએ દીકરાને જન્મ આપ્યો હતો. એના ત્રણ મહિના પછી ફરીથી તે સાસરીમાં ગઈ હતી. ત્યારબાદ 2019માં પરિણીતાના પતિએ સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા જવા ફાઈલ મુકેલી છે. જેને લઈને પરિણીતાના પતિએ કહ્યું હતું કે, તારા પિતાને વાત કરીને પૈસાનું સેટિંગ કરી આપજે. પરિણીતાના પિતાએ જમીન વેચી 8 લાખ તેમજ સગા સબંધીઓ પાસેથી ઉછીના 6 લાખ લઈ કુલ રૂ. 14 લાખ પતિને અમેરિકા જવા માટે આપ્યા હતા.

શારીરિક અને માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી:
પૈસા આપ્યા બાદ 17 જુન 2019ના રોજ પરિણીતાનો પતિ અમેરિકા અભ્યાસ માટે ગયો હતો. ​​​​​​​પતિના અમેરિકા ગયા પછી બે મહિના પછી નણંદ ચાઇનાથી ડોક્ટરનો અભ્યાસ કરી પરત આવી ઘરે રહેવા લાગી હતી. જ્યાં અવારનવાર કામકાજ માટે સસરા, સાસુ અને નણંદ મ્હેણાં-ટોણા મારતા અને કહેતા હતા કે તારો પતિ અમેરિકા જતો રહ્યો છે. તેણે ત્યાં બીજા લગ્ન પણ કરી લીધાં છે. જો તારે અહીંયા અમારા ઘરે રહેવું હોય તો તારા પિતાને કહીને અમને બીજા પૈસા આપવા પડશે. તું તારા પિતાના ઘરેથી પૈસા લઈ આવ કહી ઘરમાંથી કાઢી મૂકી હતી.

પીડિતાએ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી:
જેને પગલે પરિણીતાએ પતિ પટેલ પવનકુમાર વિષ્ણુભાઈ, સસરા પટેલ વિષ્ણુભાઈ શંકરદાસ, સાસુ પટેલ રમીલાબેન વિષ્ણુભાઈ તેમજ નણંદ પટેલ રિધ્ધિબેન વિષ્ણુભાઈ વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે આઇ.પી.સી કલમ 498A, 114 તેમજ દહેજ પ્રતિબંધ નિયમ કલમ 4 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *