20 હજાર ફૂટની ઉંચાઈએ તૂટ્યો અમદાવાદથી હૈદરાબાદ જતી ફ્લાઈટનો કાચ, પાઇલોટની સૂઝબૂઝે ટાળી મોટી દુર્ઘટના

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય દિવસથી વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. જેમાં કરા સાથે વરસાદ તો ક્યારેક કડાકા ભડાકા સાથે જોરદાર…

ગુજરાત(Gujarat): જો વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય દિવસથી વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે. જેમાં કરા સાથે વરસાદ તો ક્યારેક કડાકા ભડાકા સાથે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે 18 માર્ચના રોજ અમદાવાદ(Ahmedabad)થી હૈદરાબાદ(Hyderabad) જતી ફ્લાઈટને ઊંચાઈ પર ખરાબ હવામાનને કારણે ઈન્ડિગોના પ્લેન(Indigo Plane)ને આગળના ભાગે નુકસાન થવા પામ્યું હતું. ફલાઇટને સફળતાપૂર્વક હૈદરાબાદમાં લેન્ડ થતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મહત્વનું છે કે, 18 માર્ચના રોજ ઈન્ડિગોની અમદાવાદથી હૈદરાબાદ જઈ રહેલી ફલાઇટ એરપોર્ટ પરથી ટેકઓફ થઈ હતી. ત્યારે હૈદરાબાદ પાસે પહોંચતા 20 હજાર ફૂટની ઊંચાઈ પર ખરાબ હવામાનને લીધે ફ્લાઈટને નુકસાન થવા પામ્યું હતું. મળતી માહિતી અનુસાર, ઈન્ડિગોની ફ્લાઈટના આગળના ભાગે તથા કાચના ભાગે થોડું-ઘણું નુકસાન થવા પામ્યું હતું અને કાચ પર તિરાડો પડી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, જોકે હૈદરાબાદ પાસે હોવાથી મુસાફરો સાથેની ફલાઇટ સફળતાપૂર્વક હૈદરાબાદ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈને જાનહાની કે નુકસાન થયું નહોતું. આ સમગ્ર ઘટનાને લઈને એરલાઇન્સ દ્વારા હૈદરાબાદ એરપોર્ટમાં રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, થોડાક દિવસથી રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે અને વાતાવરણમાં પણ ભારે પલટો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવા પામ્યું છે. જેને કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *