વૈજ્ઞાનિકોએ બનાવ્યા 75 કરોડથી વધુ નર મચ્છર જે કરશે બીમારી ફેલાવતી માદા મચ્છરનો નાશ

Published on: 4:50 pm, Sat, 22 August 20

2021 અને 2022માં ફ્લોરિડામાં 750 મિલિયનથી વધારે કુદરતી રીતે ઉછરેલા મચ્છરોને જાહેરમાં છોડવાની યોજના ઘણા સ્થાનિક સત્તામંડળના વાંધા વચકાઓ બાદ અને પર્યાવરણીય જૂથોના સમાધાન બાદ સ્થાનિક અધિકારીઓ દ્વારા અંતિમ મંજૂરી મળી હતી. આ દરખાસ્ત પહેલેથી જ રાજ્ય અને સંઘીય મંજૂરી મેળવી ચૂકી છે. જેથી હવે આ મચ્છરોને જાહેરમાં છોડવામાં આવશે. આ પાછળના જાહેર હિતને જોતા હવે આ મચ્છરો જલ્દીથી છોડવામાં આવશે.

આ પાછળ એક મહત્વનું કારણ છે. જોવા જઈએ તો સામાન્ય રીતે મેલેરિયાનો ફેલાવો માદા મચ્છર દ્વારા થાય છે. પરંતુ હવે 750 મિલિયન નર મચ્છરો છોડવાને કારણે તેમાં રુકાવટ આવશે.આના પાછળનું લોજી કેવું રહ્યું છે કે આ નરો માદા મચ્છર સાથે સમાગમ કરશે તો તેમાંથી ફક્ત નર મચ્છરો જ પેદા થશે કોઈ માદા મચ્છર પેદા થશે નહીં.

જેના કારણે માદા મચ્છર નું અસ્તિત્વ જોખમમાં મુકાશે અને તેઓ નવા પેદા નહીં થાય. જેના કારણે મેલેરિયા ઝીકા જેવા રોગ પણ નહીં ફેલાય.

આ સંશોધન કર્તાઓ તેમજ સરકારનો દાવો છે કે આવનારા બે વર્ષોમાં ફ્લોરિડામાં થી મેલેરિયા સંપૂર્ણપણે ખતમ થઇ જશે. એટલે કે ફ્લોરિડામાં થી માદા મચ્છર ઓ દૂર થઈ જશે જેના કારણે ફ્લોરિડા મેલેરીયા મુક્ત દેશ બની જશે.

OX5034 નામનો મચ્છર, સ્ત્રી સંતાન પેદા કરવા માટે બદલાયો છે જે ઇંડામાંથી બહાર નીકળે અને ડંખ મારવા જેવા થાય તે પહેલા લાર્વાના તબક્કે જ મરી જાય છે.  માત્ર માદા મચ્છર ડંખ મારે છે અને લોહી પીવે છે, જે તેના ઇંડાને પરિપક્વ કરવા જરૂરી છે. નર મચ્છર કરડવાથી રોગ થતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews