God of cricket સચિન તેંડુલકરના નામે છે આ મોટા રેકોર્ડ, જેને તોડવા અશક્ય છે

સચિન તેંડુલકર નો આજે જન્મદિવસ છે. તેણે પોતાના કેરિયરમાં ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા. જેમાંથી ઘણા તૂટી ચૂક્યા છે. પરંતુ ઘણા રેકોર્ડ એવા છે જેને તોડવા…

સચિન તેંડુલકર નો આજે જન્મદિવસ છે. તેણે પોતાના કેરિયરમાં ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા. જેમાંથી ઘણા તૂટી ચૂક્યા છે. પરંતુ ઘણા રેકોર્ડ એવા છે જેને તોડવા અશક્ય છે. તો આવો જાણીએ એ રેકોર્ડ વિશે.

સચિન તેંડુલકર રમી ચૂક્યા છે 200 ટેસ્ટ

સચિને પોતાના ક્રિકેટ કેરિયર ની શરૂઆત ૧૯૮૯માં કરી હતી. ૨૦૧૩માં તેમણે ક્રિકેટને અલવિદા કહ્યું. ૨૪ વર્ષના કેરિયરમાં તેવો ૨૦૦ ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચ રમી ચુક્યા છે. તેમની પાછળ રિકી પોન્ટિંગ અને સ્ટીવ વૉ છે. જેઓ 168 ટેસ્ટ રમી ચુક્યા છે.

ટેસ્ટ ક્રિકેટમાં 51 સદી

સચિન તેંડુલકરે ૨૦૦ ટેસ્ટ રમતા 51 ટેસ્ટ સેન્ચ્યુરી મારી ચૂક્યા છે.આ લિસ્ટમાં ટોપ ટેન ખેલાડીઓમાં કોઈ પણ એવો નથી જે હાલમાં રમી રહ્યો હોય તમામ ખેલાડીઓ સંન્યાસ લઇ ચુક્યા છે. વિરાટ કોહલી 27 રને steve smith 26 સતક માની ચૂક્યા છે.સચિનનો રેકોર્ડ તોડવા માટે તેમણે ઘણા કેસમાં જમવા પડશે અને શાનદાર પરફોર્મન્સ આપવું પડશે.

રમી ચૂક્યા છે છ વખત ક્રિકેટ વર્લ્ડ કપ

સચિન તેંડુલકર છ વખત વર્લ્ડકપ રમી ચુક્યા છે. આવું કારનામું કરવો ખૂબ મુશ્કેલી નું કામ છે. મોટાભાગના ખેલાડીઓ ત્રણથી ચાર વખત જ વર્લ્ડ કપ રમી શકે છે. એવામાં સચિન તેંડુલકર છ વખત વર્લ્ડકપમાં રમ્યા છે. વિરાટ કોહલી અત્યાર સુધી ત્રણ વખત વર્લ્ડકપ રમી ચુક્યો છે.

ક્રિકેટમાં 34 હજારથી વધારે રન

સચિન તેંડુલકરે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ૩૪ હજાર રન બનાવ્યા છે. આ રેકોર્ડ મળવો ખૂબ મુશ્કેલી ભર્યો છે. કોઈ ખેલાડી તેમની આસપાસ નથી. વિરાટ કોહલી અત્યાર સુધી ૨૧ હજાર રન બનાવી ચૂક્યા છે.જો તેને સચિનનો રેકોર્ડ તોડવા હોય તો તેણે સતત ક્રિકેટ રમવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *