ભગવાનનું વરદાન છે ‘મેથીના પાન’- હંમેશા શરીરને રાખશે રોગમુક્ત

Published on: 6:45 pm, Mon, 10 May 21

શિયાળો આવી રહ્યો છે. લીલા શાકભાજીનું સેવન આ ઋતુમાં ખુબ જ કરવામાં આવે છે. આમાં મેથીનું નામ પણ શામેલ છે. મેથીના ફાયદા જોતાં તે આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. મેથીના પાન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્યનાં લાભ થાય છે. લીલી મેથી અથવા તેના પાંદડા સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં જોવા મળે છે. દરેક વ્યક્તિએ આહારમાં મેથીના પાનનો સમાવેશ કરવો જ જોઇએ. ચાલો આજે તમને તેનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે જણાવીએ.

પાચનમાં સુધારો કરે છે :
પાચન સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે મેથીના પાનનું સેવન કરવું જોઈએ. તે ગેસ અને પેટની તીવ્રતા જેવી સમસ્યાઓમાં પણ મદદરૂપ થાય છે.

બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રાખશે :
ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીના પાનનું સેવન કરવું ખુબ સારું માનવામાં આવે છે. તે ડાયાબિટીસને અંકુશમાં રાખવામાં ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે, તેથી મેથીના પાંદડાઓ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવા માટે વાપરવામાં આવે છે.

સ્થૂળતા ઘટાડવામાં મદદગાર :
મોટાપામાં ઘટાડો કરવાં માટે આહારમાં મેથીને શામેલ કરવી જોઈએ. તેનું સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે. એ સ્થૂળતા ઝડપથી ઘટાડે છે.

કોલેસ્ટરોલને નિયંત્રિત કરવામાં અસરકારક :
ખરાબ કોલેસ્ટ્રોલ આરોગ્ય માટે એકદમ હાનિકારક માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, મેથીના પાનમાં કેટલાંક શક્તિશાળી ગુણધર્મો રહેલાં હોય છે, જે કોલેસ્ટરોલને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. આવાં કિસ્સામાં મેથીના પાંદડાને આહારમાં સમાવી શકાય છે.

પેટમાં રહેલ કીડાને મારવામાં મદદરૂપ :
જો બાળકોના પેટમાં કૃમિની સમસ્યા હોય તો દરરોજ 1 ચમચી મેથીના પાનનો રસ પીવો જોઈએ. તેનાથી પેટના કીડાની સમસ્યા દૂર થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.