ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

આજના બુધવારના દિવસે આ રાશિના જાતકો પર રહેશે ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા

વૃષભ: તમારી પ્રતિભા અને યોગ્યતાનો પ્રભાવ સામાજિક ગતિવિધિઓ ઉપર હકારાત્મક રહેશે. લોકો તમારા વ્યક્તિત્વ અને વ્યવહાર કુશળતાથી ખુશ થશે. સ્થળ પરિવર્તનને લગતી યોજનાઓ બનશે. મિત્રો સાથે ખોટો સમય પસાર કરવાના કારણે અનેક મહત્ત્વપૂર્ણ કામ રોકાઈ શકે છે. જેથી તમારા કાર્યોને પ્રાથમિકતા આપો.

કર્ક: આજે કોઇ પ્રિય મિત્રની આર્થિક મદદ કરશો. આવું કરવાથી તમને અંદરથી સુખની પ્રાપ્તિ થશે. બાળકોને લગતાં કોઇ સારા સમાચાર મળવાથી મન ખુશ રહેશે. અજાણતાં જ ઘરના વડીલોના સન્માનને ઠેસ પહોચી શકે. તમારા પરિવારના મામલાઓમાં બહારના લોકો દખલ ન કરે તેનો ખ્યાલ રાખો.

કન્યા: કોઇ નજીકના સંબંધીના ઘરે ધાર્મિક સમારોહમાં સામેલ થશો. ઘણાં લાંબા સમય પછી પોતાના સગા-સંબંધીઓને મળવાથી શાંતિ થશે. કોઇના વ્યક્તિગત મામલામા દખલ કરશો નહીં. આવું કરશો તો સંબંધોમાં ખટાસ આવી શકે છે. આજે કોઇપણ પ્રકારના ધનની લેવડ-દેવડ ટાળો…

વૃશ્ચિક: રોજના જીવનથી અલગ આજે થોડો સમય પોતાના માટે પણ પસાર કરો. આવું કરવાથી તમે તમારી અંદર ફરી નવી ઊર્જા અને તાજગી આવશે. સામાજિક તથા ધાર્મિક ગતિવિધિઓમાં પણ સમય પસાર થઇ થશે. કોઇ નજીકના સંબંધીના લગ્ન સંબંધોમાં તણાવભરેલી સ્થિતિ રહેશે. તમારી સલાહ અને સહયોગ તેમની મુશ્કેલીને ઘટાડી શકે છે.

મકર: ઘરમાં કોઇ પ્રકારના બદલાવને લગતી યોજના બની રહી છે તો વાસ્તુ નિયમો પ્રમાણે કામ કરવું ફાયદાકારક રહેશે. તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને એક નવી રાહ આપશે. દરેક કામમાં વધારે અનુશાસન જાળવી રાખવું પણ અન્ય માટે મુશ્કેલીનું કારણ બની શકે છે.

મીન: મિત્રો સાથે પારિવારિક મેળાપ તથા મોજ-મસ્તીમાં આજનો દિવસ વ્યતીત થશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલાં તણાવથી મુક્તિ મળશે. સાથે જ, કોઇપણ મહત્ત્વપૂર્ણ કામને કરતાં પહેલાં પારિવારિક સભ્યોની સલાહ લો. બાળકની ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો. તેમની બેદરકારી નુકસાનદાયક રહેશે. ભાઇઓ સાથે સંબંધ સારા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en