ઘરકંકાસ બાદ દારૂના નશામાં ધૂત આર્મી જવાને પત્ની સહિત ત્રણ મહિલાઓને મારી ગોળી, હોસ્પિટલમાં દાખલ

બિહાર: એક ચોંકાવનારી ઘટના બિહારના બેતિયાથી નજરે ચડી છે. બેતિયામાં એક આર્મીના જવાને પોતાની પત્ની સહિત ત્રણ મહિલાઓને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આર્મીના…

બિહાર: એક ચોંકાવનારી ઘટના બિહારના બેતિયાથી નજરે ચડી છે. બેતિયામાં એક આર્મીના જવાને પોતાની પત્ની સહિત ત્રણ મહિલાઓને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આર્મીના જવાને ગોળી તેની પત્ની ઉપરાંત પડોશની એક મહિલા અને 15 વર્ષની એક કિશોરીને મારી હતી. સારવાર માટે તેમને જેએમસીએચમાં ખસેડવામાં આવ્યા હતા. મુફસ્સિલ પોલીસ સ્ટેશન વિસ્તારની બરવત ગામની આ ઘટના છે.

પ્રાપ્ત માહિતી મુજબ, નશામાં જવાને પોતાની પત્ની અનિતા સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ તે ઘરેથી ભાગી ગયો હતો. ત્યારે મહિલા ગામની મહિલાઓની વચ્ચે જઈને છુપાઈ ગઈ હતી. ત્યારબાદ ગુસ્સામાં આવીને આર્મી જવાને ઘરની અંદરથી પોતાની લાઇસન્સવાળી બે નળીની બંદૂક કાઢી અને મહિલાઓને ગોળી મારી હત્યા કરી દીધી હતી. આ ફાયરિંગમાં પત્ની ઉપરાંત ગામની એક મહિલા પાલમતી દેવીને પણ ગોળી વાગી હતી. આ ઉપરાંત ગામની એક કિશોરી કાજલ પણ ગોળી વાગવાથી ઈજાગ્રસ્ત થઈ હતી.

મુફસ્સિલ પોલીસ સ્ટેશનના સ્ટાફે ઘટનાની જાણ થતાં જ આરોપી જવાનની અટકાયત કરી હતી. આરોપી જવાન નરેશ સાહની પત્નીના જણાવ્યા અનુસાર, તેનો પતિ વારંવાર તેની સાથે ઝઘડો કરતો હતો. અને રવિવારે પણ દારૂના નશામાં તેની સાથે મારપીટ કરી હતી.

એસપીના જણાવ્યા મુજબ, ઘટનાની જાણકારી મળતા જ પોલીસ બરવત ગામે પહોંચી અને આરોપી જવાનને કસ્ટડીમાં લઈ લીધો હતો, તેની સાથોસાથ લાઇસન્સવાળું હથિયાર પણ કબજે કર્યું છે. જવાનની મેડિકલ તપાસ પણ કરાવવામાં આવી હતી. જેમાં દારૂ પીવાની પુષ્ટિ થઈ હતી. પોલીસ આગળની કાર્યવાહીમાં શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *