સોનું ખરીદવાની આવી સુવર્ણ તક ક્યારેય નહિ મળે!, આટલા હજાર રૂપિયા સસ્તું મળી રહ્યું છે સોનું

જો તમારા ઘરમાં કોઈના લગ્ન થઈ રહ્યા છે અને તમે સોનું ખરીદવા જઈ રહ્યા છો. તો આ તમારા માટે કામના સમાચાર હોઈ શકે છે. હા…

જો તમારા ઘરમાં કોઈના લગ્ન થઈ રહ્યા છે અને તમે સોનું ખરીદવા જઈ રહ્યા છો. તો આ તમારા માટે કામના સમાચાર હોઈ શકે છે. હા જો તમારા ઘરમાં લગ્ન છે અને તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ એક સારી તક હોઈ શકે છે. સોનું તેના રેકોર્ડ સ્તરથી 3000 રૂપિયા સસ્તુ થયું છે.

જણાવી દઈએ કે ગુરુવારે દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમતમાં મામૂલી વધારો જોવા મળ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશન દરમિયાન દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું 48,175 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તે જ સમયે, ચાંદી પ્રતિ કિલોગ્રામ રૂ. 65,268 પર બંધ હતી.

સોનું રેકોર્ડ સ્તર કરતા 3000 રૂપિયા સસ્તું મળી રહ્યું છે:
ગઈકાલે સોનાનો ભાવ 49 હજાર આસપાસ હતો. ગયા વર્ષે નવેમ્બરમાં આ સમયે સોનું રૂ. 52 હજારની નજીક જોવા મળતું હતું. આવી સ્થિતિમાં સોનું રેકોર્ડ સ્તરથી 3000 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે. તે જ સમયે, ચાંદી રેકોર્ડ સ્તરથી લગભગ 1 હજાર રૂપિયા મોંઘી છે.

સોનાની શુદ્ધતાને આ રીતે કરો ચેક:
જ્યારે તમે સોના-ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોના-ચાંદીની શુદ્ધતાને તમે તમારી જાતે ચકાસી શકો છો. સરકારે જેમના માટે ‘BIS Care app’ એપ બનાવી છે. જેના આધારે સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક પણે ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો ગ્રાહક આ અંગેની ફરિયાદ પણ કરી શકે છે. આ એપની મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની જાણકરી પણ મળી જાય છે.

આ રીતે  મિસ્ડ કોલ કરીને જાણી શકો છો સોનાનો ભાવ:
સોનાનો ભાવ તમે સરળતાથી અને એ પણ ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે સોનાના લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.

જાણી લેજો કેટલું સોનું ઘરમાં રાખીશ શકાય:
શું તમે જાણો છો કે કાયદેસર રીતે ઘરમાં કેટલું સોનું રાખી શકાય? ચાલો આજે અમે તમને જણાવી દઈએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કે જે મહેસૂલ વિભાગ હેઠળ આવે છે તેમની ગાઈડલાઇન મુજબ પહેલી ડિસેમ્બર 2016 ના એક અહેવાલ મુજબ આ કિસ્સાઓમાં તમારે કોઈ પણ પ્રકારના પુરાવા આપવાની જરૂર રહેતી નથી.

એક પરણિત સ્ત્રી પોતાની પાસે  500 ગ્રામ સોનું આવકના પુરાવા વગર પણ રાખી શકે છે.
એક અપરણિત સ્ત્રી પોતાની પાસે 250 ગ્રામ સોનું રાખી શકે છે.
એક પુરુષ પોતાની સાથે વધૂમાં વધુ 100 ગ્રામ જેટલું સોનું રાખી શકે.
આ કીસ્સોમાં ઇન્કમ ટેક્સ વિભાગ કોઈ પગલા ભરી શકે નહિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *