સોનાના ભાવમાં થયો તડાકો, ભાવ પહોચ્યો આસમાની સપાટીએ- જાણો આજનો નવો ભાવ

તહેવારોની સિઝનમાં સોના-ચાંદીના ભાવ(Gold-silver prices)માં ઝડપથી વધઘટ થતી રહે છે. આવી સ્થિતિમાં, જો તમે ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો આ એક સારી તક છે.…

તહેવારોની સિઝનમાં સોના-ચાંદીના ભાવ(Gold-silver prices)માં ઝડપથી વધઘટ થતી રહે છે. આવી સ્થિતિમાં, જો તમે ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો આ એક સારી તક છે. જાણકારોનું કહેવું છે કે દિવાળી પર સોનામાં ખૂબ વેચવાલી જોવા મળી હતી. તહેવારોની સિઝન પૂરી થયા બાદ હવે લગ્નની સિઝન શરૂ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સોના અને ચાંદીના ભાવને વધેલી માંગથી ટેકો મળે છે. સોનું ફરી એકવાર ધીમી ગતિએ 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની કિંમત તરફ આગળ વધી રહ્યું છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર, ડિસેમ્બરમાં ડિલિવરી માટે સોનાની કિંમત આજે 0.11 ટકા વધી છે. તે જ સમયે, ચાંદીના ભાવ 0.50 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે.

જાણો શું છે સોના અને ચાંદીના ભાવ:
ઓક્ટોબર ડિલિવરી માટે સોનાની કિંમત આજે 0.11 ટકા ઘટીને રૂ. 49,350 પ્રતિ 10 ગ્રામ છે. બીજી તરફ આજના કારોબારમાં ચાંદીમાં 0.50 ટકાનો ઘટાડો થયો છે. આજે 1 કિલો ચાંદીની કિંમત 66,895 રૂપિયા છે.

સોનાની શુદ્ધતાને આ રીતે કરો ચેક:
જ્યારે તમે સોના-ચાંદીની ખરીદી કરવા નીકળો ત્યારે સોના-ચાંદીની શુદ્ધતાને તમે તમારી જાતે ચકાસી શકો છો. સરકારે જેમના માટે ‘BIS Care app’ એપ બનાવી છે. જેના આધારે સોનાની શુદ્ધતા ચકાસી શકાય છે. આ એપમાં લાઇસન્સ નંબર અથવા તો તપાસમાં હૉલમાર્ક ખોટો નીકળે તો તાત્કાલિક પણે ગ્રાહકો ફરિયાદ કરી શકે છે. BIS Care Appમાં સામાનનું લાઈસેન્સ, રજીસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર જો ખોટો જણાય તો ગ્રાહક આ અંગેની ફરિયાદ પણ કરી શકે છે. આ એપની મદદથી તરત જ ગ્રાહકોની ફરિયાદ દાખલ કરવાની જાણકરી પણ મળી જાય છે.

આ રીતે  મિસ્ડ કોલ કરીને જાણી શકો છો સોનાનો ભાવ:
સોનાનો ભાવ તમે સરળતાથી અને એ પણ ઘરે બેઠા પણ જાણી શકો છો. તેના માટે માત્ર આ નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવો પડશે અને આપના ફોન પર મેસેજ આવી જશે જેમાં તમે સોનાના લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.

જાણી લેજો કેટલું સોનું ઘરમાં રાખીશ શકાય:
શું તમે જાણો છો કે કાયદેસર રીતે ઘરમાં કેટલું સોનું રાખી શકાય? ચાલો આજે અમે તમને જણાવી દઈએ.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કે જે મહેસૂલ વિભાગ હેઠળ આવે છે તેમની ગાઈડલાઇન મુજબ પહેલી ડિસેમ્બર 2016 ના એક અહેવાલ મુજબ આ કિસ્સાઓમાં તમારે કોઈ પણ પ્રકારના પુરાવા આપવાની જરૂર રહેતી નથી.

એક પરણિત સ્ત્રી પોતાની પાસે  500 ગ્રામ સોનું આવકના પુરાવા વગર પણ રાખી શકે છે.
એક અપરણિત સ્ત્રી પોતાની પાસે 250 ગ્રામ સોનું રાખી શકે છે.
એક પુરુષ પોતાની સાથે વધૂમાં વધુ 100 ગ્રામ જેટલું સોનું રાખી શકે.
આ કિસ્સામાં ઇન્કમ ટેક્સ વિભાગ કોઈ પગલા ભરી શકે નહિ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *