છેલ્લા બે મહિનામાં પહેલીવાર આટલું સસ્તું થયું સોનું, એક જ અઠવાડિયામાં 9,000 રૂપિયા…

આજ રોજ ભારત દેશમાં સોનાં અને ચાંદીની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. MCX પર ઓક્ટોબરમાં સોનાનાં જથ્થા બંધ ભાવમાં પાંચ દિવસમાં ચોથી વાર ઘટાડો થયો…

આજ રોજ ભારત દેશમાં સોનાં અને ચાંદીની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. MCX પર ઓક્ટોબરમાં સોનાનાં જથ્થા બંધ ભાવમાં પાંચ દિવસમાં ચોથી વાર ઘટાડો થયો હતો. આજ રોજ તે 0.27 % નીચે 49771 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીનો થઇ ગયો છે.

તો MCX પર ચાંદીના જથ્થા બંધ ભાવ 0.5 % ઘટીને 59329 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગયો છે. તહેવારોની શરૂઆત થાય એની પહેલા વૈશ્વિક અર્થવ્યવસ્થામાં અનિશ્ચિતતા તથા સતત વધતી જતી બેરોજગારીને લીધે સોનાનાં ભાવોમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.

ગયા સત્રમાં સોનાના ભાવ 0.64 % એટલે કે 300 રૂપિયા વધી હતી, ત્યારે ચાંદી 1.8 % એટલે કે 1060 રૂપિયા પ્રતિ Kg વધી હતી. ભારત દેશમાં આ સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવમાં ઘણો ઘટાડો થયો છે. આ સપ્તાહમાં સોનું 2000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 9000 રૂપિયા પ્રતિ kg થયું છે.

એક્સપર્ટના જણાવ્યા અનુસાર, અમેરિકાના પ્રોત્સાહન પેકેજમાં વિલંબ, અમેરિકામાં સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસની રચના પર રાજનીતિક તકરાર, પ્રમુખ અર્થવ્યવસ્થાઓથી મિશ્રિત આર્થિક માહિતી, USA અને ચીનનાં તણાવ અને બ્રેક્સિટની અનિશ્ચિતતાઓને લીધે સોના અને ચાંદીના ભાવોથી પ્રભાવિત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *