સોના ચાંદીમાં ભાવ ઘટતા જવેલર્સમાં ઉમટી પડી લોકોની ભીડ- જાણો શું છે 22 અને 24 કેરેટ સોનાનો ભાવ

Published on: 2:13 pm, Sat, 15 January 22

સતત ત્રીજા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 304 રૂપિયાના ઘટાડા બાદ સોનું 47,853 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર કારોબાર કરી રહ્યું છે. તે દરમિયાન ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી 61,447 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર કારોબાર કરી રહી છે. સોનું હજુ પણ તેની ઓલ-ટાઇમ હાઈ કરતાં 8,065 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું છે. ઓગસ્ટ 2020માં સોનું તેની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યું હતું અને તે દરમિયાન સોનું રૂ. 56,200 પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું.

જાણો આજે તમારા શહેરમાં 10 ગ્રામ, 22 કેરેટ-24 કેરેટ સોનાની કિંમત શું છે?

ચેન્નાઈમાં, 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત ₹45,370 છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત ₹49,450 છે. મુંબઈમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત ₹46,970 છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત ₹48,970 છે. નવી દિલ્હીમાં, 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત ₹47,150 છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત ₹51,450 છે. કોલકાતામાં 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત ₹47,310 છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત ₹50,010 છે.બેંગ્લોરમાં, 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત ₹45,000 છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત ₹49,100 છે. હૈદરાબાદમાં, 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત ₹45,000 છે જ્યારે 24 કેરેટ સોનાની કિંમત ₹49,100 નોંધાય છે.

તેમજ જાણો ગુજરાતના મુખ્ય શહેરોમાં 22 કેરેટ-24 કેરેટ સોનાની અને ચાંદીની કિંમત:

gold price 15 01 2022 trishul - Trishul News Gujarati

silver price 15 01 2022 trishul - Trishul News Gujarati

સોનાની શુદ્ધતા તપાસો: સોનાની શુદ્ધતા તપાસવા માટે તમે સરકારી એપનો પણ ઉપયોગ કરી શકો છો. ‘BIS કેર એપ’ દ્વારા તમે સોનાની શુદ્ધતા ચકાસી શકો છો કે તે અસલી છે કે નકલી. આ ઉપરાંત તમે આ એપ દ્વારા ફરિયાદ કરી શકો છો.

સોનાની રેકોર્ડ આયાત: લગ્નની આ મોસમ અને તહેવારોની સિઝનને કારણે ભારતમાં સોનાની આયાતના રેકોર્ડમાં વધારો થયો છે. મળતી માહિતી અનુસાર, ભારતે 2021માં 1050 ટન સોનાની આયાત કરી છે, જે 10 વર્ષમાં સૌથી વધુ છે, જ્યારે ગયા વર્ષે ભારતે માત્ર 430 ટન સોનાની આયાત કરી હતી. ભારતમાં 2021માં સોનાની સૌથી વધુ માંગ જોવા મળી છે. માંગમાં વધારાને કારણે ભારતે વપરાશને પહોંચી વળવા માટે રૂ. 4.17 લાખ કરોડનું સોનું આયાત કરવું પડે છે. 2020 ની સરખામણીમાં સોનાના ભાવમાં નરમાઈ, અર્થવ્યવસ્થામાં પુનરાગમન અને વિક્રમી સંખ્યામાં લગ્નોના કારણે સોનાની માંગ વધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

SHARE
Koo bird - Trishul News Gujarati