ગોંડલના આ ખેડૂત ભાઈએ પહેલા જ પ્રયાસમાં કરી કલોંજીની સફળ ખેતી, 6 વીઘાથી થશે બે લાખની આવક

Published on: 4:04 pm, Wed, 6 April 22

આયુર્વેદ(Ayurveda) તરીકે ઉપયોગીમાં લેવાતી કલોંજી(Kalonji)નું મુખ્યત્વે વાવેતર મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં વધારે જોવા મળે છે. જયારે ઘણા વર્ષોથી સૌરાષ્ટ્રમાં પણ કલોંજી એટલે કે કાળા જીરૂનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. ગોંડલ(Gondal)ના દેરડીકુંભાજી ગામનાં પ્રગતિશીલ એક ખેડૂત અશોકભાઈ પાનસુરીયાએ રવિ પાકમાં પોતાની ખેતીની જમીનમાં 6 વીઘામાં પહેલીવાર કલોંજીનું વાવેતર કર્યુ હતું. ખેડૂત અશોકભાઈ પાનસુરીયાના જણાવ્યા અનુસાર રવિ પાકમાં ચણા, જીરૂ, ધાણા, ઘઉં કરતા કલોંજીનો પાક ઓછો ખર્ચાળ હોવાની સાથે સાથે તે પાકમાં રોગચાળાનો ઉપદ્રવ પણ ઓછો આવે છે. જેના કારણે ફક્ત 15 હજારના ખર્ચ થાય છે અને તેની સામે 2 લાખની કમાણી થાય છે.

કલોંજીની ખેતી કરવા અશોકભાઈ પાનસુરીયાએ 15 હજારનો કર્યો ખર્ચો: 
કલોંજીની ખેતી કરવા માટે લાગતા ખર્ચની વાત કરતા અશોકભાઈ કહે છે કે, મેં 1 હજારના ભાવે કલોંજીનું 9 કિલો બિયારણની ખરીદી કરી હતી. એટલે કે બિયારણમાં 9 હજાર, 3000 હજારની દવા અને બીજા 3000 હજાર નિંદામણની મંજૂરીમાં ખર્ચ થયો હતો. જેના કારણે તેમને 15 હજાર જેટલો જ ખર્ચ થયો હતો. જયારે કલોંજીનું બિયારણ ફક્ત ગુજરાતના ગોંડલમાં મળે છે.

તેમજ ખાતરની વાત કરીએ તો પાયામાં ડીએપી ખાતર, ડોડવા આવવાની જયારે શરૂ થાય છે ત્યારે યુરિયા ખાતર અને ત્યાર પછી એમોનિયા ખાતરનો ઉપયોગ કરવાનો હોય છે. તેમજ કલોંજીના પાકને દર 8-9 દિવસે પાણી આપવામાં આવે છે. તેમજ ચણામાં ઇયળને દુર કરવા માટે વપરાતી દવાનો જ ઉપયોગ કલોંજીમાં પણ કરવામાં આવે છે. જયારે તેનો ઉપયોગ અશોકભાઈએ ત્રણવાર જ કર્યો હતો. કલોંજીની ખેતી માટે એક વીઘે 100 ગ્રામથી 250 ગ્રામ સુધીનું બિયારણનો ઉપયોગ થાય છે. આ પાકનો સમય ચાર મહિના સુધીનો જ હોય છે.

કલોંજીની ખેતી આ રીતે કરવી:
વધુમાં અશોકભાઇ પાનસુરિયા જણાવે છે કે, કલોંજીનું વાવેતર ધાણા વાવીએ એ રીતે પણ કરવામાં આવે છે. કલોંજીમાં એક વીઘે 110થી 200 ગ્રામ કલોંજીનું બિયારણ નાખવાનું હોય છે. જો તમે બિયારણ વધારે નાખો છો તો ફૂગ આવી જાય છે. કલોંજીનાં પાકમાં 4થી 5 જ ક્યારા કરવાનાં હોય છે. અશોકભાઇએ 7 ચાસ કર્યા તો તેમાં ફૂગ આવી ગઈ હતી. જેથી અશોકભાઇને એક વીઘે 8થી 10 મણ પાક ઉતરશે. તેમજ 4થી 5 ચાસ હોય તો વીઘે 15થી 17 મણનું ઉત્પાદન થાય છે. અશોકભાઇએ પહેલીવાર કલોંજીની ખેતી કરી હોવાથી તેમને ખ્યાલ નહોતો કે કેટલા ચાસ કરાય. જેથી અશોકભાઇએ આંધળુકિયા જ કલોંજીની ખેતી કરી છતાં તેમને ઘણી સફળતા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.